rashifal-2026

Lord Shiva Monday Tips: સોમવારે કરશો આ ઉપાય તો વરસશે ધન

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (13:14 IST)
સોમવારનો દિવસ ભગવાન શિવની આરાધના કરવાનો દિવસ છે. સાથે જ જે પણ ભક્ત આ દિવસે વ્રત કરે છે તેમના પર ભગવાન ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે.  અને તેમના જીવનની ધન કે લગ્ન જેવી સમસ્યા દૂર કરે છે. ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. આ જ કારણે શિવજીને ભોલેનાથ પણ કહેવાય છે.  જો તમારા પર પણ સંકટના વાદળ છવાયા છે તો સોમવારે મહાદેવના કેટલાક અસરદાર ઉપાયો જરૂર અપનાવી જુઓ. તો આવો જાણીએ આ ઉપાય 
 
ધનવાન બનવા માટે સોમવારનો અસરદાર ઉપાય 
 
જો તમારી ઈચ્છા છે કે તમે ધનવાન બનો તો દરેક સોમવારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો એવુ કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે આવુ કરે છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે. અને પોતાની કૃપા વરસાવે છે અને અપાર ધન પ્રદાન કરે છે. 
 
પરેશાનીઓ દૂર કરવા માટેનો અસરદાર ઉપાય 
 
જો તમારા ઉપર સતત પરેશાનીઓ બની રહી છે અને તમને તેનાથી છુટકારો નથી મળી રહ્યો તો સોમવારે નંદી એટલે કે બળદને લીલો ચારો જરૂર ખવડાવો. જો આ દિવસે તમે આવુ કરશો તો જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. સાથે જ જો તમે આ દિવસે ગરીબોને ભોજન કરાવો છો તો તમારા ઘરમાં અન્નની કમી નહી આવે. 
 
ઈચ્છ પૂરી કરવા માટે સોમવારનો ઉપાય 
 
જો તમારી કોઈ ઈચ્છા છે જે તમે ઘણા સમયથી મનમાં છે પણ પૂર્ણ નથી થઈ રહી તો સોમવારના દિવસે 21 બિલી પત્ર પર ચંદનથી ૐ નમ: શિવાય લખીને પવિત્ર શિવલિંગ પર ચઢાવો. એવી માન્યતા છે કે આવુ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. 
 
સંતાન પ્રપ્તિ માટે સોમવારનો ઉપાય 
 
સંતાન પ્રાપ્તિને લઈને પરેશાની છે તો શિવજીનુ નામ લઈને સોમવારે લોટથી બનેલ 11 શિવલિંગની સ્થાપના કરો. દરેક દિવસે તેનુ પૂજન કરો. બીજી બાજુ જો તમને પાપોથી મુક્તિ જોઈતી હોય તો આ દિવસે શિવ ભગવાન  પર જવ અને તલ ચઢાવો. 
 
સોમવારે લગ્ન સંબંધિત અસરદાર ઉપાય 
 
જો તમરા લગ્નમાં કોઈ અડચણ આવી રહી છે કે કોઈ કારણસર વાત નથી બની રહી તો સોમવારે આ એક ઉપાયથી દરેક પરેશાની દૂર થશે. આ પરેશાનીથી મુક્તિ મેળવવા માટે ભક્ત પવિત્ર શિવલિંગ પર કેસર યુક્ત દૂચ ચઢાવવુ ન ભૂલે એવુ કહેવાય છે કે આ ઉપાયને કરવાથી કુંવારા લોકોના જલ્દી લગ્નના યોગ બને છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

આગળનો લેખ
Show comments