rashifal-2026

Hartalika Teej 2024: પહેલીવાર કરી રહ્યા છો કેવડાત્રીજ (હરતાલિકા વ્રત), તો આ રીતે કરો તૈયારી

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (22:07 IST)
- કેવડાત્રીજનુ વ્રત આ વર્ષ 6 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે 
- પરણેલી સ્ત્રીઓ માટે આ વ્રત ખાસ માનવામાં આવે છે. 
- તમે પહેલીવાર વ્રત કરી રહ્યા છો તો જાણો કેવી રીતે કરશો તૈયારી 
 
Hartalika Teej 2024: હરતાલિકા તીજ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મનો ઉપવાસ છે જે માત્ર પરિણીત મહિલાઓ દ્વારા જ નહીં પરંતુ કુંવારી છોકરીઓ જેઓ સારો વર ઈચ્છે છે તેમના દ્વારા પણ કરવામાં આવે છે  આ વ્રતને સામાન્ય રીતે તીજ અથવા તીજા પણ કહેવામાં આવે છે. આ વખતે 18 સપ્ટેમ્બરે હરતાલિકા તીજનું વ્રત કરવામાં આવશે.
 
આ વ્રતમાં મહાદેવજી અને માતા ગૌરી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ દિવસભર વ્રત રાખે છે અને રાત્રે સંપૂર્ણ મેકઅપ કરે છે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે.
 
શુ છે હરતાલિકાનો અર્થ ?
માતા પાર્વતીને જ્યારે આ વાતની જાણ થઈ કે તેમના પિતાએ ભગવાન વિષ્ણુ સાથે તેમના લગ્ન નક્કી કર્યા છે તો તે ખૂબ જ દુખી થઈ ગઈ. તેમનુ દુખ જોઈને પાર્વતીજીની એક બહેનપણીએ દુખનુ કારણ પુછ્યુ. પાર્વતીજીએ પોતાની વ્યથા સંભળાવી કે સાચા દિલથી ભગવાન શિવની આરાધના કરે છે અને પોતાના પતિના રૂપમાં તેમના સિવાય કોઈ અન્ય વિશે વિચારી પણ શકતી નથી.  ત્યારે તેમની બહેનપણીએ સમજાવ્યુ કે તે હિમંત ન હારે અને તેમની સાથે જાય.  આ રીતે પાર્વતીજીને સમજાવીને તેમની બહેનપણી તેમને જંગલમાં તપ સ્થળ પર લઈ ગઈ. જ્યા તેમના પિતા પણ પહોચી શકે નહી. એવી જગ્યાએ પાર્વતીજીએ કઠોર તપ શરૂ કર્યુ.  જેના ફળ સ્વરૂપ શિવજીએ તેમને દર્શન આપ્યા અને પાર્વતીજીની ઈચ્છામુજબ તેમની સાથે લગ્ન કરવા માટે તથાસ્તુ કહ્યુ. ત્યારબાદ પાર્વતીજીએ પોતાનુ વ્રત ખોલ્યુ અને બીજા દિવસે સવારે પારણા કરી લીધા. આ દિવસ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ હતી. 
 
હરતાલિકા શબ્દનો અર્થ છે કે પાર્વતીજીની બહેનપણી તેમને હરીને મતલબ અપહરણ કરીને લઈ ગઈ હતી તેથી હર, અને તાલિકાનો અર્થ છે બહેનપણીઓ. 

કેવડાત્રીજ વ્રત કથા

 
હરતાલિકા તીજ કેવી રીતે ઉજવવી
 
-  24 કલાક નિરાજલ અને નિરાહાર રહેવુ.
-  એક દિવસ પહેલા હાથ પર મહેંદી લગાવો.
-  રેતીમાંથી ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો.
-  કેળાના પાનનો મંડપ બનાવો.
-  સાંજે નવા વસ્ત્રો પહેરો અને સોળ શણગાર કરો.
- મૂર્તિની સામે દીવો અને અગરબત્તી પ્રગટાવો.
-  ફળ, ફૂલ, મીઠાઈ, માળા, દુર્વા, બેલપત્ર અને શમીપત્ર અર્પણ કરો.
-  દેવી પાર્વતીને બંગડીઓ, બિંદી, આલ્તા, નેઇલ પોલીશ, લિપસ્ટિક, લાલ કપડાં વગેરે જેવી મેકઅપની વસ્તુઓ અર્પણ કરો.
-  હરતાલિકા તીજ વ્રત કથા સાંભળો અને સંભળાવો.
-  આ પછી ભગવાન ગણેશ, શિવ અને પાર્વતીની આરતી કરો.
-  બીજા દિવસે પારણ કરો 
-  તમારા પતિના લાંબા આયુષ્ય માટે અને સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત જરૂર કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments