Webdunia - Bharat's app for daily news and videos

Install App

:Pitru Paksha 2017 - ક્યારે અને કેવી રીતે કરશો શ્રાદ્ધ ?

Webdunia
હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે શરીર નાશ પામ્યા પછી પણ આત્મા અજર-અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનિયોમાં વિચરણ કરે છે. શાસ્ત્રોમાં મૃત્યુ પછી મનુષ્યની અવસ્થા ભેદથી તેના કલ્યાણ માટે સમય સમય પર તેના કૃત્યોનુ નિરુપણ થયુ છે.

સામાન્ય રીતે જીવનમાં પાપ અને પુણ્ય બંને હોય છે. હિન્દૂ માન્યતા મુજબ પુણ્યનુ ફળ સ્વર્ગ અને પાપનુ ફળ નર્ક હોય છે. નર્કમાં જીવાત્માને ખૂબ યાતનાઓ ભોગવવી પડે છે. પુણ્યાત્મા મનુષ્ય યોનિ અને દેવયોનિને પ્રાપ્ત કરે છે. આ યોનિયો વચ્ચે એક યોનિ હોય છે એ છે પ્રેત યોનિઅ. વાયુ રૂપમાં તે જીવાત્મા મનુષ્યનુ મન શરીર છે. જે પોતાના મોહ કે દ્રેષને કારણે આ પૃથ્વી પર રહે છે. પિતૃ યોનિ પ્રેત યોનિથી ઉપર છે અને પિતૃલોકમાં રહે છે.

ભાદ્રપદની પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ અમાસ સુધી સોળ દિવસ સુધીનો સમય સોળ શ્રાદ્ધ કે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શાસ્ત્રોમાં દેવકાર્યોથી પૂર્વ પિતૃ કાર્ય કરવાની સલાહ આપવામાં આવી છે. શ્રાદ્ધમાં ફક્ત પિતૃ જ નહી પરંતુ સમસ્ત દેવોથી લઈને વનસ્પતિઓ પણ તૃપ્ત થાય છે.

શ્રાદ્ધ કરનારનુ સાંસારિક જીવન સુખમય બને છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃક્ષુધાથી ત્રસ્ત થઈને પોતાના સગા સંબંધિઓને કષ્ટ અને શાપ આપે છે. પોતાના કર્મો મુજબ જીવ જુદી જુદી યોનિયોમાં ભોગ ભોગવે છે. જ્યા મંત્રો દ્વારા સંકલ્પિત હવ્ય-કવ્યને પિતર પ્રાપ્ત કરી લે છે.

આગળન પેજ પર શ્રાદ્ધની પ્રક્રિયા


 
P.R

શ્રાદ્ધની સાધારણ રીતે બે પ્રક્રિયાઓ છે. એક પિંડદાન અને બીજુ બ્રાહ્મણ ભોજન. બ્રાહ્મણના મુખથી દેવતાને અને પિતર કવ્યને આરોગે છે. પિતર સ્મરણ માત્રથી જ શ્રાદ્ધ પ્રદેશમાં આવી છે અને ભોજન વગેરે પ્રાપ્ત કરી તૃપ્ત થાય છે. એકથી વધુ પુત્ર હોય અને તેઓ જુદા રહેતા હોય તો દરેકે શ્રાદ્ધ કરવુ જોઈએ. બ્રાહ્મણ ભોજનની સાથે પંચબલિ કર્મ પણ થાય છે, જેનુ વિશેષ મહત્વ છે.

શુ છે પંચબલિ .... આગળ વાંચો

P.R

આમ તો માન્યતા છે કે જે પણ તિથિએ કોઈ મહિલા કે પુરૂષનુ નિધન થયુ હોય એ તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ તમારી માહિતી માટે અમે કેટલીક ખાસ વાતો બતાવી રહ્યા છે.

સૌભાગ્યવતી સ્ત્રીનુ શ્રાદ્ધ નવમીના દિવસે કરવામાં આવે છે
જો કોઈ વ્યક્તિ સંન્યાસી હોય તો તેનુ શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરવામાં આવે છે.
શસ્ત્રાઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલ વ્યક્તિનુ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે.
જો આપણને આપણા કોઈ પૂર્વજની નિધનની તારીખ ન ખબર હોય તો તેનુ શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસ પણ કહેવાય છે.

અશ્વિન શુક્લની પ્રતિપ્રદાના દિવસે પણ શ્રાદ્ધ કરવાનુ વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ