Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2023 - હોલિકા દહનના દિવસે કરો આ કામ, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી, માતા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (03:38 IST)
Holika Dahan Upay: ઘણા લોકોનું જીવન ખૂબ જ પીડાદાયક અને સંઘર્ષોથી ભરેલું હોય છે. તેઓ સતત તેનો સામનો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં તેમને ખુશી મળતી નથી. જો તમારું જીવન રંગહીન બની ગયું છે, તો આ હોળી ખોવાયેલી ખુશીના રંગો પાછા લાવી શકે છે. આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે હોલિકા દહનના દિવસે બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો.
 
આર્થિક મજબૂતી માટે  
જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાથી પરેશાન છો, તો હોલિકા દહનના આ દિવસે છીપમાં એક નારિયેળ ભરીને હોલિકાની અગ્નિમાં નાખો. હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તમને ફરી ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય.
 
નોકરી માટે 
સખત મહેનત કરવા છતા પણ કોઈએ નોકરી નથી મળી રહી તો હોલિકા દહનનાં દીવસે આ ઉપાય જરૂર કરો. જ્યા હોલિકા પ્રગટાવી હોય ત્યાં નારિયળ સોપારી અને પાન ભેટ કરી દો.  આ ઉપાયને કરવાથી તમને જલ્દી નોકરી લાગી જશે અને ઘરમાં ખુશીઓ આવશે.  
 
નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે 
હોલિકા દહન પછી લાકડાની રાખ ઘરે લાવો અને તેમાં સરસવ અને મીઠું મિક્સ કરો. આ પછી તેને કોઈ સ્વચ્છ વાસણમાં ભરીને ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખો. આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. આ સાથે જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો તે પણ દૂર થઈ જશે.
 
ઘન માટે 
એવું કહેવાય છે કે હોલિકા દહનની ભસ્મને પોટલીમાં ભરીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. બસ, હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી સંચિત ધનમાં ઝડપથી વધારો થાય છે. તો જો તમે પણ આર્થિક તંગીને હંમેશ માટે દૂર રાખવા માંગતા હોવ તો હોલિકા દહનના દિવસે આ ઉપાય અવશ્ય કરો.
 
ભય દૂર કરવા માટે
જો કોઈ વ્યક્તિને જાદુ-ટોણાની સમસ્યા હોય અથવા જાદુ-ટોણાનો ડર હોય તો હોલિકા દહનની ભસ્મનું તિલક લગાવવાથી વ્યક્તિ આ ડરથી મુક્તિ મેળવી શકે છે. સાથે જ વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ પણ વધે છે. તો જો તમે પણ આવી સમસ્યાથી પ્રભાવિત છો તો હોલિકા દહનના દિવસે આ ઉપાય અવશ્ય અપનાવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments