Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવડાત્રીજ વ્રત - ક્યારે છે કેવડાત્રીજ ? જાણી લો શુભ મુહૂર્ત અને સંમ્પૂર્ણ પૂજા વિધિ

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (17:57 IST)
Hartalika Teej Vrat Muhurat: ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મહિલાઓ કેવડાત્રીજનુ વ્રત કરે છે. આ વખતે અંગ્રેજી કેલેંડર મુજબ આ વ્રત 18 સપ્ટેમ્બર 2023ના રોજ સોમવારે રાખવામાં આવશે.  જ્યા સુધી વ્રતનુ પારણ નથી થતુ ત્યા સુધી આ વ્રતમાં ખાસ રીતે અને ખાસ સમયે પૂજા થાય છે.  આ દરમિયાન આખી રાત જાગરણ કરવાનુ  હોય છે.  પારણ પછી જ અન્ન અને જળનુ સેવન કરવામાં આવે છે. 
 
કેટલીવાર થાય છે પૂજા ?
આ વ્રતમાં ઓછામાં ઓછી 5 વાર પૂજા કરવામાં આવે છે.  
કેવડાત્રીજ વ્રતની પૂજા રાતના ચાર પ્રહર અને દિવસના પહેલા પ્રહરમાં કરવાનુ વિધાન છે. 
આ પણ નિયમ છે કે પૂજામાંથી 3 પૂજા તીજના દિવસે ક્યારેય પણ કરી શકો છો. 
કોઈ 12 વાગ્યા પછી પૂજા શરૂ કરે છે તો કોઈ 12ના પહેલા પણ પૂજા શરૂ કરી દે છે. 
અંતિમ પૂજા ચોથના દિવસે પાર પૂજા થાય છે જેને પરાયણ પણ કહે છે. 
 
કયા સમયે કરો છો પૂજા ?
 
પહેલી પૂજા - દિવસમાં 6.07 થી 8.34 વચ્ચે કે 11 થી 12 વચ્ચે. 
બીજી પૂજા - સાંજે 06.23 થી 08.44 વચ્ચે 
ત્રીજી પૂજા - રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે 
ચોથી પૂજા - રાત્રે 02 થી 03 વાગ્યાની વચ્ચે 
પાંચમી પૂજા - સવારે 05 વાગે કે બ્રહ્મ મુહુર્તમાં 
આ દિવસે પ્રદોષ કાળ પૂજા માટે પહેલુ મુહૂર્ત સાંજે 06.23 વાગ્યાથી સાંજે 06.47 વાગ્યા સુધીનો છે. 
  
 
કેવડાત્રીજ વ્રતની પૂજા વિધિ 
1. કેવડાત્રીજની વિશેષ પૂજા સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળમાં થાય છે. 
2. આ દિવસે શિવ, પાર્વતી અને ગણેશની રેતીની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
3. પૂજા સ્થળને ફળો, ફૂલો અને પાંદડાઓથી શણગારવામાં આવે છે અને દરેકને પાટલા  પર કેળાના પાન પર બેસાડવામાં આવે છે.
4. આ પછી, બધા દેવતાઓને આહ્વાન કરવા સાથે,  પાટલા સામે ધૂપ અને દીવા પ્રગટાવો. 
5. આ પછી ષોડશોપચારમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો.
6. ષોડશોપચાર પૂજામાં 16 પ્રકારના પાંદડા અને 16 પ્રકારની પૂજા સામગ્રી હોય છે.
7. પૂજા સામગ્રીમાંથી, સુહાગ બોક્સમાંથી 16 શણગારની વસ્તુઓ કાઢીને દેવી માતાને અર્પણ કરો.
8. ભગવાન શિવને ધોતી અને અંગોચ્છા અર્પણ કરો અને ભગવાન ગણેશને લાડુ, દુર્વા અને જનેઉ અર્પણ કરો.
9. આ રીતે પૂજા કર્યા પછી આરતી કરો અને મંત્રોનો જાપ કરો.
10. છેલ્લે હરતાલિકા તીજની વાર્તા સાંભળો અથવા વાંચો.
11. રાત્રે જાગરણ કરીને ભજન-કીર્તનમાં સમય પસાર કરો. 12. બીજા દિવસે સવારે આરતી પછી દેવી પાર્વતીને સિંદૂર ચઢાવો અને કાકડી શીરો અર્પણ કરીને ઉપવાસ તોડો.
12. બીજા દિવસે સવારે આરતી પછી માતા પાર્વતીને સિંદૂર ચઢાવો અને કાકડી શીરાનો નૈવેદ્ય અર્પણ કરીને વ્રત ખોલો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

વધુ જુઓ..

નવીનતમ

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

આગળનો લેખ
Show comments