rashifal-2026

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર વિઘ્ન હર્તા આ રાશિઓ પર રહેશે મેહરબાન, કરશે ધન વર્ષા

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:11 IST)
Ganesh Chaturthi 2022: ગણેશ ચોથ આ વખતે 31 ઓગસ્ટ ના રોજ ગુરૂવારે ઉજવાશે. આ દિવસે 2.57 મિનિટ સુધી સાધ્ય યોગ છે. ત્યારબાદ શુભ યોગ છે. આ શુભ યોગમાં ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવશે અને વિધ્નહર્તા ગણેશ વ્રતનુ વ્રત કરીને વિધિપૂર્વક તેનુ પારણ કરવ્વામાં આવશે. દર મહિને બે ચોથ આવે છે.  એક પૂર્ણિમા પછી અને  બીજી અમાસ પછી. પૂર્ણિમા પછી પડનારી ચોથ સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખાય છે. મતલબ સંકટ હરનારી,  વિઘ્નહર્તા ગણેશ બધા કષ્ટો દૂર કરે છે.  ગૃહ ક્લેશથી મુક્ત કરે છે.  ગૃહ ક્લેશથી મુક્ત કરે છે. ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો ભંડાર ભરી દે છે. તેથી સંકષ્ટી ચતુર્થીનુ મહત્વ ખૂબ વધી જાય છે. 
 
આ રાશિઓ પર રહેશે ગણેશની કૃપા દ્રષ્ટિ 
 
મેષ રાશિ - ગણેશ ચતુર્થી પર મેષ રાશિના જાતકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેશે. આ માટે આકસ્મિક ધન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. વેપારમાં લાભ થવાની શક્યતા છે. નવા રોકાણની તરફ જોઈ રહ્યા છો તો તેમા પણ સારા પરિણામ પ્રાપ્ત થવાની આશા છે. ગણેશ ચતુર્થીના દિવસે સાચા મનથી માંગેલી ઈચ્છા પૂરી થવાને શક્યતા રહે છે. 
 
મિથુન રાશિ - આ રાશિના જાતકો પર ભગવાન ગણેશ વિશેષ કૃપા દ્રષ્ટિ રાખે છે. નોકરીમા પ્રમોશનની શક્યતા છે. બુદ્ધિ વિવેકથી કરવામાં આવેલા કાર્ય તમને સફળતા પ્રદાન કરશે. આ રાશિના જાતક વિવેકી અને બુદ્ધિમાન હોય છે. તેથી શિક્ષા ક્ષેત્રમાં તેમને અભૂતપૂર્વ સફળતા મળવાની આશા છે. 
 
મકર રાશિ - મકર રાશિના જાતકોને પણ ગણેશ ચતુર્થી અને પૂજાનો વિશેષ લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં મહેનત કરવાની જરૂર છે. તેથી આત્મવિશ્વાસી અને અત્યાધિક મહેનતી હોવાને કારને તેમને યશ અને સન્માન પ્રાપ્ત થશે. વેપારમાં વૃદ્ધિ થશે. અભ્યાસ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments