Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદપૂનમ - આવુ કરશો તો અમૃત સાથે વરસશે લક્ષ્મી કૃપા

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2016 (18:04 IST)
આસો માસના શુક્લ પક્ષની પૂનમને શરદપૂનમના રૂપમાં ઉજવવામાં આવે છે. શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં સોળ કળાઓથી સંપન્ન થઈને અમૃત વર્ષા કરે છે. તેથી આ રાત્રે ખીરને ખુલા આકાશમાં મુકવામાં આવે છે.  અને સવારે તેને પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છે.  કહેવાય છે કે શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પૃથ્વીની સૌથી નિકટ હોય છે. 
 
શરદપૂનમનુ મહત્વ - શાસ્ત્રો મુજબ આ દિવસે જો અનુષ્ઠાન કરવામાં આવે તો આ જરૂર સફળ થાય છે. ત્રીજા પહોરમા આ વ્રત કરી હાથીઓની આરતી કરવા પર ઉત્તમ ફળ મળે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. આ દિવસે ચન્દ્રમાંની કિરણોમાંથી અમૃત વર્ષા થાય છે. આ કારણે આ દિવસે ખીર બનાવીને આખી રાત ચાંદનીમાં મુકીને બીજા દિવસે સવારે ખાવાનુ વિધાન છે. 
 
શરદપૂર્ણિમા વ્રત કથા 
 
કથામુજબ એક સાહૂકારની બે પુત્રીઓ હતી અને બંનેય પૂર્ણિમાનું વ્રત કરતી હતી. મોટી પુત્રીએ વિધિપૂર્વક વ્રતને પૂર્ણ કર્યુ અને નાનીએ વ્રતને અડધેથી જ છોડી દીધુ. ફળસ્વરૂપ નનઈ યુવતીના બાળકોના જન્મ થતા જ તેઓ મૃત્યુ પામવા લાગ્યા. એક વાર મોટી છોકરીના પુણ્ય સ્પર્શથી તેના બાળક જીવિત થઈ ગયા. અને એ દિવસથી આ વ્રત વિધિપૂર્વક મનાવવાનુ શરૂ થયુ.  આ દિવસે માતા મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. 
 
કેવી રીતે ધરાવશો ખીરનો પ્રસાદ ?
 
આ દિવસે વ્રત કરી વિધિવિધાનપૂર્વક લક્ષ્મીનારાયણનુ પૂજન કરો અને રાત્રે ખીર બનાવીને તેને રાત્રે આકાશ નીચે મુકી દો જેથી ચંદ્રમાંની ચાંદનીનો પ્રકાશ ખીર પર પડે. બીજા દિવસે સવારે સ્નાન કરીને ખીરનો નૈવૈદ્ય તમારા ઘરના મંદિરમાં લગાવો. ઓછામાં ઓછા ત્રણ બ્રાહ્મણ કે કન્યાઓને ખીરનો પ્રસાદ વહેંચો અને પછી ઘરના લોકોને ખીરનો પ્રસાદ વહેંચો.   આ પ્રસાદ ગ્રહણ કરવાથી અનેક પ્રકારના રોગોથી છુટકારો મળે છે. 
 
આ છે વૈજ્ઞાનિક કારણ 
 
શરદપૂનમની રાત ચંદ્રમા આપણી ધરતીની ખૂબ નિકટ હોય છે. તેથી ચંદ્રમાના પ્રકાશમાં રહેલ રાસાયણિક તત્વ સીધા ધરતી પર પડે છે.  ખાવા પીવાની વસ્તુઓ ખુલ્લા આકાશ નીચે મુકવાથી ચંદ્રમાની કિરણ સીધી તેના પર પડે છે.  જેનાથી વિશેષ પોષક તત્વ ખાદ્ય પદાર્થમાં ભળી જાય છે જે આપણા આરોગ્ય માટે અનુકૂળ હોય છે. 
 
શરદપૂર્ણિમા પર બની રહ્યો છે ત્રિયોગ 
 
શરદપૂર્ણિમા 15 ઓક્ટોબર 2016ના રોજ શનિવારે રહેશે. આ પર્વ પર રવિ યોગ, ગુરૂ-ચદ્રમાંની પરસ્પર પૂર્ણ દ્રષ્ટિ થવાથી બનશે. અને ગજકેશરી યોગ અને ગુરૂ ચન્દ્રમાં સામે સામે હોવાથી બનશે. સમસપ્તક યોગ આ પ્રકારે ત્રણ યોગનો સંયોગ બનશે. ત્રિયોગ હોવાની સાથે જ પૂર્ણિમાના દિવસે ચન્દ્રમાં 16 કલાઓથી પરિપૂર્ણ રહેશે. તેથી અમૃતનો વરસાદ થશે. આ યોગમાં નવા વેપારની શરૂઆત, જમીન, ભવન, વાહન ખરીદવુ, સોના ચાંદી કે કોઈ પણ અન્ય ધાતુ ખરીદવી શુભ રહેશે. 
 
લક્ષ્મી જોઈતી હોય તો કરો જાગરણ 
 
એવુ કહેવાય છે કે આ રાત માતા લક્ષ્મી રાત્રે એ  જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે. એવુ કહેવાય છે કે આ રાત પછીથી ઋતુ બદલાય છે અને શરદીની ઋતુનુ આગમન થાય છે. કહેવાય છે કે આ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીઓ સાથે રાસલીલા રચાવે છે. આ રાત્રે જો તમને ધનનો ખજાનો જોઈતો હોય તો આ મંત્રનો જરૂર જાપ કરો. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments