rashifal-2026

શુક્રવારે આ રીતે કરશો લક્ષ્મી પૂજા તો થશો ધનવાન

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (20:45 IST)
ધન અને સંપત્તિની માતા છે દેવી લક્ષ્મી. એવુ કહેવાય છે કે સમુદ્ર દ્વારા તેમનો જન્મ થયો હતો અને તેમણે શ્રી વિષ્ણુ સાથ લગ્ન કર્યા હતા. તેમની પૂજાથે ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ વૈભવની પણ મળે છે. જો લક્ષ્મી રિસાય જાય તો ઘોર દરિદ્રતાનો સામનો કરવો પડે છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહ સાથે તેમનો સંબંધ જોડવામાં આવ્યો 
 
મિત્રો ધનવાન બનવા કોણ નથી માંગતુ. એ માટે લોકો કશુ પણ કરવા તૈયાર રહે છે. પણ યાદ રાખજો જે ધન નસીબ અને મહેનતથી મળે છે એ જ ધન ફળે છે. મા લક્ષ્મી ને ધનની દેવી માનવામા આવે છે. માતા લક્ષ્મીનુ પૂજન-અર્ચન કરવાથી વ્યક્તિ આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરે છે. જો અઠવાડિયાના શુક્રવાર ના રોજ મા લક્ષ્મીનુ પુજન કરવામા આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે રોજ મા લક્ષ્મીનુ ધ્યાન ધરવાથી પરીવાર મા સુખ-સમૃધ્ધિ આવે છે.
 
માન્યતા મુજબ  હિંદુ ધર્મમા વાર અનુસાર ભગવાનનુ વ્રત, પુજા-પાઠ થતા હોય છે. જે મુજબ શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પુજા કરવાનો વાર ગણવામા આવે છે. આ દિવસના રોજ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક કાર્ય જરૂર કરવા જોઈએ જે આ મુજબ છે. 
 
આ દિવસે કેવી રીતે કરવી મા લક્ષ્મીની ઉપાસના ?
 
શુક્રવારના રોજ સવારે સુર્ય ઉદય થતા પહેલા નિત્યકર્મથી નિવૃત થઈ ને સ્વચ્છ કપડા ધારણ કરવા. ત્યારબાદ મા લક્ષ્મીની ઉપાસના ચાલુ કરવી. ઉપાસના માટે એવુ સ્થાન પસંદ કરવુ કે જ્યા મા લક્ષ્મીના ફોટા સરખી રીતે રાખી શકાય અને તેની સમક્ષ બેસી ને 108 વખત લક્ષ્મિ મંત્ર "ૐ શ્રી શ્રીયે નમ:" નુ મંત્રોચ્ચારણ કરવુ. આ મંત્રોચ્ચારણ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે તથા આર્થિક સ્થિતિ સુધરશે.
 
આ મંત્રોચ્ચારણ બાદ માં લક્ષ્મી ને ખીર તથા મિશ્રીનો પ્રસાદ ધરાવવો અને એક સાત વર્ષની આયુ ધરાવતી બાળાઓને ભોજન કરાવવુ.  તેમને માતાને ધરાવેલી ખીર આપવી. આ ઉપાય સતત ત્રણ શુક્રવાર સુધી કરવાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ જશે. 
 
આ રીતે દીવો પ્રગટાવો :
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હજુ એક ઉપાય છે જે શાસ્ત્રોમાં બતાવ્યો છે.  આ ઉપાય મા શુક્રવારના રોજ મકાનની ઉત્તર-પૂર્વ બાજુએ દીવો પ્રગટાવવો. આ દીવો તેલ નહી પરંતુ ગાયના ઘી નો પ્રગટાવવો અને તેની વાટમા દોરા ની જગ્યાએ પાકા સૂત્રનો લાલ કલર ના દોરાનો ઉપયોગ કરવો. આ ઉપાય અજમાવવા થી માં લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે.
 
લોકરમા મુકો આ એક પોટલી :
 
માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અન્ય એક ઉપાય પણ અજમાવી શકો છો. આ ઉપાયમા શુક્રવારના રોજ તમે તમારા લોકરમા એક પીળા કલર ની પોટલીમા પાંચ પીળી કોડી, કેસર તથા અને એક ચાંદીનો સિક્કો મુકીને ત્રણ ગાંઠ વાળી લોકરમા મુકી દો. આ ઉપરાંત આ દિવસે તમે ગરીબ વ્યક્તિ ને દાન પણ કરી શકો છો  ગરીબ લોકોને સફેદ વસ્તુનુ દાન કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments