Dharma Sangrah

શું તમને રાત્રે સૂતી વખતે ખરાબ સપના આવે છે? તો ઓશિકા નીચે મુકો આ 4 વસ્તુઓ

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (00:56 IST)
ઘણી વખત ઘરમાં વાસ્તુ દોષના કારણે આપણને ખરાબ સપના આવે  છે. તો ઘણીવાર ગંદી પથારી, ગંદા પગ  અને તણાવમાં સૂવાથી સપનાં ઉઘ બગાડે છે. આ ઘટના કોઈની સાથે પણ બની શકે છે. પછી ભલે તમે પુખ્ત વયના છો અથવા કે પછી વાત તમારા બાળકોની છે. પણ ક્યારેક મંગળ, શનિ અને રાહુ કેતુ જેવા ભારે ગ્રહોને કારણે ખરાબ સપના આવવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલીક ધાર્મિક ટિપ્સ તમારી મદદ કરી શકે છે. જેમ કે 
 
1. ઓશીકા નીચે મુકો મોર પાંખ
 
તમે જોયું હશે કે મોર પીંછાનો રંગ ખૂબ જ અલગ હોય છે અને તે તમને તણાવ મુક્ત રાખે છે. આવી સ્થિતિમાં, જો તમે તકિયાની નીચે મોરનું પીંછું મુકો છો, તો તે સૌથી પહેલા તમારી ઊંઘને ​​સુધારવામાં અને તમારા તણાવને ઘટાડવામાં મદદ કરશે. તેમજ માન્યતા એ છે કે તે તમને સુખદ સ્વપ્નમાં ખોવાઈ જવાની અને ખુશ રહેવાની તક આપે છે. 
 
2. ઓશીકા નીચે મુકો હનુમાન ચાલીસા  
હનુમાન ચાલીસાને દરેક સંકટમાંથી ઉદ્ધારક માનવામાં આવે છે. ઉપરાંત, આ વાંચીને તમને તણાવ નથી થતો. આવી સ્થિતિમાં, જ્યારે તમે હનુમાન ચાલીસાને ઓશીકા નીચે મૂકીને સૂઈ જાઓ છો, તો તમને ભયજનક સપના આવતા નથી  અને તમે ડર્યા વગર તણાવમુક્ત સૂઈ શકો છો. તેથી, જો તમને અથવા તમારા બાળકને ખરાબ સપના આવે છે, તો હનુમાન ચાલીસાને તકિયા નીચે મુકીને સૂઈ જાઓ.
 
3. ઓશીકું નીચે મુકો લોખંડનું ચાકુ 
એવું માનવામાં આવે છે કે લોખંડને સાથે રાખવાથી આપણે ખરાબ વસ્તુઓથી બચી શકીએ છીએ. આ સાથે તમે કેતુ અને શનિની અસરને પણ ઘટાડી શકો છો. તેથી, જો તમને ખરાબ સપના આવે છે, તો તમારે તમારા ઓશીકા નીચે  લોખંડનું ચાકુ મૂકીને સૂવું જોઈએ. આ ટોટકાનો ઉપયોગ ખૂબ જ નાના બાળકો સાથે થાય છે અને તમે તમારી સાથે પણ તે  કરી શકો છો.
 
4. ઓશીકા નીચે મુકો રુદ્રાક્ષ 
સૂતી વખતે રુદ્રાક્ષને ઓશીકા નીચે મૂકીને સૂવાથી તમે ખરાબ સપનાથી બચી શકો છો. આમાં ઘણી શાંતિ છે. આની સાથે ગુસ્સો અને સતાપ પણ ઓછો કરે છે. તેથી, જો તમને ડર લાગે છે, તો તમે આ વસ્તુઓને ઓશિકા નીચે મૂકી શકો છો અને આરામથી સૂઈ શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments