Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dev Diwali Upay 2023: દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી

Webdunia
શનિવાર, 25 નવેમ્બર 2023 (09:03 IST)
dev diwali 2023
Dev Deepawali Upay: કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના 84 ઘાટને દિવાઓથી સજાવવામાં આવે છે.  આ વખતે દેવ દિવાળી 26 નવેમ્બરના રોજ ઉજવાશે. 
 
પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરીને દેવતાઓને સ્વર્ગ પાછુ અપાવ્યુ હતુ. આ ખુશીમાં દેવતાઓએ આ દિવસે દિવાળી ઉજવી. એક અન્ય માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો હતો. આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે. 
 
દેવ દિવાળીના દિવસે કરો આ કામ 
 
- દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. 
 
- આ દિવસે ભગવાન વિષ્ણુનુ ચિત્ર કે મૂર્તિ પર તુલસીના 11 પાનને બાંધી દો.  એવુ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થતી નથી અને ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે. 
 
- દિવ દિવાળીના દિવસે લોટના વાસણમાં તુલસીના 11 પાન નાખીને છોડી દેવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં શુભ પરિવર્તન જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- દેવ દિવાળી, અગિયારસ, અનંત ચતુર્દશી, દેવ શયની, દેવ ઉઠની, દિવાળી, ખરમાસ, પુરૂષોત્તમ માસ, તીર્થ ક્ષેત્ર, પર્વ વગેરે ખાસ અવસર પર વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી બધા અવરોધનો નાશ થાય છે.
 
- દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળા રંગનુ કપડુ બાંધી દો. માન્યતા મુજબ આ દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે. 
 
- દેવ દિવાળીના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે. 
 
- દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન પછી દીપ-દાન જરૂર કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે દિપ દાન કરવાથી દસ યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે. 


Edited by - Kalyani Deshmukh 
 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments