Biodata Maker

Dev Diwali 2023:- દેવ દિવાળીના દિવસે જરૂર કરો આ ઉપાય, પૂરી થશે દરેક મનોકામના

Webdunia
રવિવાર, 26 નવેમ્બર 2023 (10:23 IST)
Kartik Purnima 2023 : દેવ દિવાળીનુ હિન્દુ ધર્મમાં એક ખાસ મહત્વ છે.  કારતક મહિનાની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. દેવ દિવાળીનો તહેવાર આ વખતે શુક્રવાર 26 નવેમ્બરના રોજ ધૂમધામથી ઉજવાશે. આ પૂર્ણિમાને સૌથી મહત્વપૂર્ણ પૂર્ણિમા માનવામાં આવે છે.  આ દિવસે ભગવાન ભોલેનાથે ત્રિપુરાસુર રાક્ષસનો અંત કર્યો હતો.  જેને ખુશીમાં દેવતાઓએ દીવો પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી. 
 
દેવ દિવાળી પર ગંગાના તટ પર દેવતા સ્નાન કરીને દીવો પ્રગટાવીને સ્વર્ગ પ્રાપ્તિનો ઉત્સવ ઉજવે છે. આ દિવસે પૂજા પાઠ, દાન વગેરે કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવામાં આવો જાણીએ કે ક્યા 5 ઉપાય કરવાથી તમારા જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓનો અંત થઈને તમે માલામાલ બની શકો છો. 
 
છ તપસ્વિની કૃતિકાઓનુ પૂજન 
 
દેવ દિવાળીએ ચંદ્રોદયના સમયે શિવા, સમ્ભૂતિ, પ્રીતિ, સંતતિ અનસૂયા અને ક્ષમા આ છ તપસ્વિની કૃતિકાઓનુ પૂજન કરવામાં આવે છે, કારણ કે સ્વામી કાર્તિકની માતા છે અને તેમની પૂજાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો ધૂપ-દીપ, નૈવેદ્ય દ્વારા વિધિપૂર્વક પૂજા કરવાથી ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. 
 
માન્યતાઓ મુજબ દેવ દીવાળીને જો ગંગા મા ના કિનારે દિવો પ્રગટાવવામાં આવે તો માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી આ ખાસ દિવસે દીપદાનનુ વિશેષ મહત્વ છે. નદી તળાવ વગેરે સ્થાન પર દીપદાન કરવાથી બધા પ્રકારના સંકટ સમાપ્ત થઈ જાય છે. એટલુ જ નહી માથે ચઢેલા કર્જથી પણ મુક્તિ મળે છે.  આ સાથે જ ઉલ્લેખનીય છે કે કારતક પૂર્ણિમાના રોજ ઘરના મુખ્યદ્વાર પર આસોપાલવ કે કેરીના પાનનુ તોરણ જરૂર બાંધો અને મુખ્ય સ્થાન પર દીવા પણ પ્રગટાવો 
 
 
તુલસી પૂજા - દેવ દિવાળીએ શાલિગ્રામ સાથે જ તુલસીની પૂજા, સેવન વગેરેનુ ખાસ મહત્વ હોય છે. કારતક મહિનામાં તુલસી પૂજા કરીને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તીર્થ પૂજા, ગંગા પૂજા, વિષ્ણુ પૂજા, લક્ષ્મી પૂજા અને યજ્ઞ હવન કરવાથી પણ ભગવાનની કૃપા મળે છે. આ દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો અને તેમને આગળ ઘી નો દીવો પ્રગટાવો 
 
પૂર્ણિમાનુ વ્રત - કારતક પૂર્ણિમાના વ્રતનુ પણ પોતાનુ મહત્વ છે. આ દિવસે ઉપવાસ કરીને ભગવાનને યાદ કરવાથી બધા કષ્ટ દૂર થઈ જાય છે.  કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞના સમાન ફળ પ્રાપ્ત થાય છે. દેવ દિવાળીએ વ્રત સાથે ગંગા સ્નાનનુ પણ ખાસ મહત્વ હોય છે. સાથે જ કારતક પૂર્ણિમાથી એક વર્ષ સુધી પૂર્ણિમા વ્રતનો સંકલ્પ લઈને દરેક પૂર્ણિમાને સ્નાન દાન વગેરે પવિત્ર કર્મો સાથે શ્રી સત્યનારાયણ કથાનુ શ્રવણ કરવાનુ અનુષ્ઠાન પણ ફળદાયી હોય છે. 
 
દાનનુ ફળ - દેવ દિવાળીએ દાન કરવાથી દસ યજ્ઞો કરવા સમાન ફળ મળે છે. આ દિવસે કોઈપણ પ્રકારનુ દાન કરવાનુ અત્યાધિક મહત્વ હોય છે. તમારી ક્ષમતા મુજબ અન્નદાન, વસ્ત્ર દાન અને અન્ય જે પણ દાન કરી શકો તે કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments