Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવ ઉઠની એકાદશીના દિવસે સાંજે કરી લો આ એક ઉપાય, ધન મળશે અપાર

Webdunia
રવિવાર, 22 નવેમ્બર 2020 (16:22 IST)
આજે દેવ ઉઠની એકાદશી છે આજે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રામાંથી જાગી ગયા છે.  આજનો આખો દિવસ શુભ કહેવાય છે.  તેથી  આજે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે. તેથી જ આજના દિવસથી લગ્નકાર્ય શરૂ થઈ જાય છે  
 
આજે દેવઉઠની એકાદશી જેને  દેવપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહે છે. 
 
જો તમે આ દિવસે વ્રત કરી શકો તો અતિ ઉત્તમ છે. પણ જો ન કરી શકો તો કેટલાક ઉપાયો પણ તમને શુભ ફળ આપશે 
 
1. સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુની સોના ચાંદી પીત્તળ કે તાંબાની મૂર્તિને પીતાંબરથી સજાવીને લાલ વસ્ત્ર વાળા આસન પર વિરાજમાન કરાવો. 
 
2. દેવ ઉઠની એકાદશીના દિવસે દક્ષિણાવતી શંખમાં ગંગાજળ ભરીને  તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. 
 
3. દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. 
 
4. જો તમે ધન લાભ ઈચ્છતા હોય તો આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો 
 
5. એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો. 
 
6. દેવઉઠની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. 
 
7. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ ચઢાવો. 
 
8. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને અન્ન (ઘઉ ચોખા વગેરે) નુ દાન કરો. પછી તેને ગરીબોમાં વહેંચી દો. 
 
9.  મધુર સ્વર માટે ગોળનું દાન લાંબી આયુ માટે સરસવના તેલનું દાન શત્રુ બાધાથી મુક્તિ મેળવવા માટે સરસવનુ તેલ અને ગળ્યુ તેનું દાન, સંતાન પ્રાપ્તિ માટે દૂધનું દાન અને  પાપ મુક્તિ માટે ઉપવાસ આ આજના દિવસ માટે શ્રેષ્ઠ ઉપાય છે.  
 
10.  સવારે સવારે ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દ્વાર પર હળદરનુ જળ કે ગંગાજળનો છંટકાવ કરો. ૐ નમો નારાયણાય કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ નો 108 વાર કે એક તુલસીની માળાનો જાપ કરો.  ઘરમાં ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો પણ કેસરના જળથી અભિષેક કરો. 
 
11. દેવ ઉઠની એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમ નો જાપ કરતા તુલસીને 11 પરિક્રમા કરો. તેનાથી ઘરના બધા સંકટ અને આવનારી પરેશાનીઓ ટળી જાય છે. અને આપના ઘરમાં ખુશીઓ કાયમ રહે છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments