Biodata Maker

હિન્દુ ધર્મ - કંઈ વસ્તુ ક્યારે દાન કરવી લાભકારી હોય છે ?

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (10:17 IST)
દાન માટે યોગ્ય સમય - શાસ્ત્રોમાં દાનનુ ખૂબ મહત્વ બતાવાયુ છે. પણ દરેક સમયે અને દરેકને આપવામાં આવેલુ દાન લાભકારી નથી  હોતુ. કોઈ સમય એવો હોય છે જ્યારે કોઈ ખાસ વસ્તુનુ દાન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારી હોય છે. 
 
તેલ દાન કરવાનો સમય - લાલ કિતાબ મુજબ શનિવારના દિવસે ઘરમાંથી ક્યાક જતી વખતે રસ્તામાં જો કોઈ ભિખારી દેખાય તો તો તેને કેટલાક ધાતુની મુદ્રાઓ આપવી જોઈએ. તેનાથી શનિનો શુભ પ્રભાવ વધે છે. શનિને કારણે જીવનમાં આવનારા અવરોધો દૂર થાય છે. 
 
વૈદિક જ્યોતિષ મુજબ શનિવારે સાંજના સમયે તલ તેલ કે ધાબળો દાન કરવાથી શનિની પીડા ઓછી થાય છે.  આ જ રીતે લોટનુ દાન કરવાનો પણ એક સમય હોય છે. 
 
આ સમયે કરો લોટનુ દાન 
 
 
સવારે ઉઠતા જ જો કોઈ ભિખારી દરવાજે આવીને ભિક્ષા માંગે તો તેને લોટનું દાન કરવુ જોઈએ. આ ઉપરાંત જો તમે રોટલી બનાવવા માટે લોટ બાંધી રહ્યા હોય અને ત્યારે કોઈ ભિખારી ભિક્ષા માંગવા આવે તો તેને આદર સહિત લોટ આપવો જોઈએ. 
 
આ સમયે કરવામાં આવેલ દાન જીવન પર આવનારા સંકટથી રક્ષા કરે છે. એવુ કહેવાય છે કે આનાથી પરિવરના કોઈ પણ સભ્ય પર આવનારુ સંકટ ટળી જાય છે. 
 
પુસ્તક-કોપી કલમનું દાન 
 
શિક્ષા ક્ષેત્રમાં સારી સફળતા મેળવવા માટે બુધવારના દિવસે જેમને જરૂર છે એવા બાળકોને પુસ્તક-નોટબુક અને કલમનું દાન કરવુ શુભફળ આપનારુ હોય છે. 
 
વેપારી પણ વેપારમાં લાભ માટે બુધવારે આ વસ્તુઓનુ દાન કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આનાથી બુધનુ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

કાળી ઈલાયચી ખાવાથી શું થાય છે ? આરોગ્ય માટે વરદાન, દૂર થઈ શકે છે ગેસ-બ્લોટિંગની તકલીફ

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

વધુ જુઓ..

નવીનતમ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

Daan Na Niyam: દાન કરતી વખતે રાખો સાવધાની, આ 5 વસ્તુઓનું દાન વધારી શકે છે પરેશાની

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Aaj nu panchang - આજનુ પંચાગ - 4 એપ્રિલ

Good Friday 2026 Messages :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

આગળનો લેખ
Show comments