Biodata Maker

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2025 (18:37 IST)
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે.  દરેક દિવસનું એક ગ્રહ દશા હોય છે. ગ્રહ જ્યોતિષમાં, સૂર્ય અને ચંદ્રને ગ્રહો તરીકે પણ ગણવામાં આવે છે. જન્માક્ષર મુજબ, ગ્રહોની સ્થિતિ આપણા જીવન પર ઊંડી અસર કરે છે. સોમવારે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવતાને સોમ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્ર મન માટે જવાબદાર ગ્રહ છે. જ્યોતિષીઓ કહે છે કે જેમ જેમ ચંદ્રના તબક્કા બદલાય છે તેમ તેમ વ્યક્તિની માનસિક સ્થિતિ પણ બદલાવા લાગે છે. જો કુંડળીમાં ચંદ્ર શુભ પ્રભાવ આપી રહ્યો હોય તો વ્યક્તિ માનસિક રીતે મજબૂત હોય છે. અશુભ ચંદ્ર ડિપ્રેશન, માનસિક તણાવ અને ઉદાસીનું કારણ બને છે. ચોક્કસ પગલાં અપનાવીને તેની ખરાબ અસરોની અસરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ કે આજે કયા ચોક્કસ પગલાં લેવાથી પૈસા અને મન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે 
 
ચંદ્ર દોષ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય 
 
-સોમવારના દિવસે દૂધ અને ચોખાની ખીર બનાવો અને ગરીબોને દાન કરો  
-ચંદ્ર દેવતાનો આશીર્વાદ મેળવવા માટે દૂધમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરો 
-રવિવારની રાત્રે કાચુ દૂધ તમારા માથા પાસે મુકીને સૂવો અને સોમવારે સવારે  તેને બબૂલના ઝાડ નીચે નાખી દો
- જો વધુ ઉપાય ન કરી શકો તો રોજ માતાના પગે પડીને તેમનો આશીર્વાદ લો. આ ઉપાય સૌથી સહેલો અને લાભકારી સાબિત થાય છે. 
- ચંદ્રદેવની કૃપા મેળવવા માટે સોમવારે ચાંદીના કોઈ પાત્રમાં ગંગાજળ, દૂધ, ચોખા, પતાશા કે ખાંડ નાખીને સૂર્યાસ્ત પછી ચંદ્રમાને અર્ધ્ય આપો 
- સોમવારે કે પૂર્ણિમાના દિવસે દૂધ, ચોખા, સફેદ કપડા અને ખાંડનુ દાન કરો. 
- સોમવારના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી ચંદ્દ્ર દોષ  ને ઘટાડી શકાય છે મંત્ર છે  
  ૐ એં ક્લી સોમાય નમ:।।
  ૐ શ્રાં શ્રીં શ્રૌં સ: ચન્દ્રમસે નમ:।। 
- આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો  
દધિશંખ તુષારાભં ક્ષીરોદાર્ણવ સંભવમ |
નમામિ શશિનં સોમં શમ્ભોર્મકુટ ભૂષણમ ||  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments