Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro Tips For Tuesday: મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરશો આ 6 કામ, તમારા જીવનમાં થઈ શકે છે અમંગળ

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (00:16 IST)
Mangalware na karsho aa kaam: મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો  દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. જાણતા-અજાણતા આપણે કેટલાક એવા કામ કરી દઈએ છીએ, જેની અશુભ અસર સીધી આપણા જીવન પર પડે છે. જ્યોતિષનું માનવું છે કે કેટલાક એવા કામ છે જે મંગળવારે બિલકુલ ન કરવા જોઈએ. આવુ કરવાથી આપણા જીવન પર તેની સીધી અસર પડે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે એવા 6 કામ જે મંગળવારે બિલકુલ ન કરવા જોઈએ. 
 
ભૂલથી પણ નોનવેજ કે દારૂનુ સેવન કરશો નહી - હનુમાનજી માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ દારૂ કે ચિકનનું સેવન બિલકુલ ન કરવુ જોઈએ. આવુ  કરવાથી તમારા પારિવારિક અને સામાજિક જીવન પર નકારાત્મક અસર થવા લાગે છે. તેથી આ વાતનું ધ્યાન રાખો અને મંગળવારે દારૂનું સેવન ન કરો.
 
મંગળવારે વાળ અને નખ કાપવા છે અશુભ 
 
મંગળવારે વાળ કાપવા, મુંડન કરાવવુ અને નખ કાપવા ખૂબ જ અશુભ છે. આમ કરવાથી તમારામાં પૈસા અને બુદ્ધિ બંનેની કમી થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મંગળવારે વાળ કાપવાથી વય 8 મહિના ઘટી જાય છે. 
 
અણીદાર કે ધારદાર વસ્તુઓ બિલકુલ ખરીદશો નહીં
 
મંગળવારે ધારદાર વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં તણાવ વધે છે. તેથી આ દિવસે છરી, કાતર, કાંટો વગેરે બિલકુલ ન ખરીદો.
 
કાળા કપડાં ન પહેરો
 
મંગળવારે કાળા કપડા પહેરવાથી શનિની અસર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે શનિ અને મંગળનો સંયોગ ખૂબ જ કષ્ટદાયક અને અશુભ હોય છે. એટલા માટે મંગળવારે લાલ કપડાં પહેરવા જોઈએ અને જો તમે દાન કરો છો તો તે પણ લાલ જ હોવું જોઈએ.
 
મંગળવારે રોકાણ શરૂ ન કરો
 
જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે, તો તમારે મંગળવારે તેમાં બિલકુલ રોકાણ ન કરવું જોઈએ. જો તમે આ કરો છો તો તમારું કામ નિષ્ફળ થઈ શકે છે અને તમને પૈસાની પણ ખોટ થઈ શકે છે.
 
પૈસાની લેવડ-દેવડ ન કરો
 
મંગળવારે તમારે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આ દિવસે પૈસાની લેવડ-દેવડ અશુભ માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી ? જાણો, શિયાળામાં ભૂલથી પણ આ શાક કઈ વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ?

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri Vrat 2024: આ વિધિથી કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના પૂર્ણ થશે.

Shani Pradosh katha: શનિની કૃપા મેળવવા માટે પ્રદોષ કથાનો પાઠ કરો

Shani Trayodashi 2024: શનિ ત્રયોદશીના દિવસે શનિદેવને સાઢેસતીથી મુક્તિ મેળવવા માટે શું ચડાવી શકાય?

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

આગળનો લેખ
Show comments