Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અંગારકી સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ અને જ્યોતિષ

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2020 (08:29 IST)
આજે આજે માર્ગશીર્ષ કૃષ્ણ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિદ્‍નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રાધ્‍ધાવના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે.
 
અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્‍હાવો બની રહે છે. જેથી આ દિને મુંબઇના સિધ્‍ધી વિનાયક, અષ્‍ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહીતના ભારતભરના વિવિધ સ્‍થળોના ગણેશ મંદિરોમાં ભક્‍તોના ધાડેધાડા ઉતરી પડશે. 
 
પૌરાણીક માન્‍યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ... કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અને માત્ર ભક્‍ત નહી પરંતુ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
 
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી ર્સ્‍હજ હસ્‍યા આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
 
આજે અંગારકી ચોથના દિને શુક્રનું પૂર્વાષાઢા નક્ષત્ર છે. શસ્ત્રોમાં જણાવ્‍યા અનુસાર શુક્રાચાર્યજીપાસે મૃત સંજીવની વિદ્યા હતી. જે મૃત માનવીને જીવતો કરવા સમર્થ હતી. હાલમાં ગોચરના ગ્રહો પ્રમાણે મેષ, વૃષભ, કન્‍યા અને મીન રાશિ માટે અશુભ સમય ચાલી રહ્યો છે. આથી આ રાશિના જાતકો અંગારકી ચોથના દિને ગણેશજીની પૂજા કરીને શિવજીની પૂજા કરે તો તમામ અશુભ દોષોની અસર ઓછી થાય છે. કહેવાય છે કે મિથુન રાશીમાં ૧૨ દિવસ અંગારક યોગ બની રહેશે.
 
વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને વદ ચોથનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે. પરંતુ વિક્રમ સંવત-૨૦૬૯માં ત્રણ-ત્રણ અંગારકી ચોથ છે. આજે બીજી અંગારકી ચોથ છે. 
જેમાં એક પહેલી જાન્‍યુઆરીના રોજ આવી ગઇ. અને આ વર્ષની છેલ્લા એટલે કે ત્રીજી જે ૨૨ ઓકટોબરના રોજ આવે છે. ભારતભરના ગણેશલખેમાં ઉમટી પઢનારા ભક્‍તોના ઘસારાને પહોંચી વળવા તડામાર તૈયારીઓ છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહી છે. આજે સર્વત્ર ગણેશજીનો જયજયકાર ગૂંજશે. 
 
સુખકર્તા દુ:ખકર્તા, વિધ્નહર્તા ગણેશજીને નમન...

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments