Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2021 Date: 499 વર્ષ પછી હોળી પર બની રહ્યો છે દુર્લભ યોગ, જાણો હોળીનુ શુભ મુહુર્તથી લઈને હોળીનુ મહત્વ અને પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (00:56 IST)
હિન્દુ પંચાગ મુજબ આ વખતે હોળી 29 માર્ચ 2021ના રોજ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિના રોજ આવી રઅહી છે. આ દિવસે ધ્રુવ યોગનુ પણ  નિર્માણ થઈ રહ્યુ છે. સાથે જ 499 વર્ષ પછી આ હોળીમાં એક વિશેષ દુર્લભ યોગ પડી રહ્યો છે. જે આ પહેલા 03 માર્ચ સન 1521ના રોજ આવ્યો હતો. આવો જાણીએ હોળી દહન તિથિ, હોળી 2021. તારીખ શુભ મુહૂર્ત અને શુ છે આ વખતનો દુર્લભ યોગ. 
હોળી 2021 પર દુર્લભ યોગ (Durlabh Yoga On Holi 2021)
ઉલ્લેખનીય છે કે 29 માર્ચના રોજ હોળીમાં ચંદ્રમા, કન્યા રાશિમાં વિરાજીત રહેશે. જ્યારે કે ગુરૂ અને શનિ ગ્રહ પોત આના જ રાશિઓમા રહેશે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા આ બને ગ્રહોનો આવો સંયોગ 3 માર્ચ 1521માં બન્યો હતો. જેને 499 વર્ષ થઈ જશે.  ઉલ્લેખનીય છે કે ગુરૂની ધનુ જ્યારે કે શનિની મકર રાશિ છે.  આ ઉપરાંત દસકો પછી હોળી પર સૂર્ય, બ્રહ્મા અને અર્યમાની સાક્ષી પણ રહેશે જે બીજા દુર્લભ યોગ  છે. 
 
 
2021 ના ​​હોળીનો શુભ સંયોગ
તમને જણાવી દઈએ કે વર્ષ 2021 હોળી સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે. સાથે જ અમૃતસિદ્ધિ યોગ પણ આ દિવસે રહેશે.
 
હોળાષ્ટક ક્યારે છે 
હિન્દુ ધર્મ અનુસાર, હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક લાગુ પડે છે.આ  દરમિયાન કોઈ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ સહિત અન્ય માંગલિક  કાર્યો કરવામાં આવતા નથી.
 
હોળાષ્ટક તિથિ -  (Holashtak Date)
હોળાષ્ટક - 22 માર્ચ ના રોજ લાગશે અને 28 માર્ચના રોજ સમાપ્ત થશે 
 
હોલિકા દહન કેમ કરવામાં આવે છે (Holika Dahan Importance)
 
પૌરાણિક માન્યતાઓ મુજબ વિષ્ણુ ભક્ત પ્રહલાદને જ્યારે રાક્ષસ હિરણ્યકશ્ય્પની બહેન અને પ્રહલાદની ફોઈ હોલિકા આગ પર બેસીને મારવાનો પ્રયત્ન કરે છે તો તે પોતે જ બળી જાય છે. જેના નામ પર હોલિકા દહનની પરંપરા છે.  હોલિકાનો મતલબ સમાજના અવગુણને સળગાવવાના પ્રતિકના રૂપમાં ઉજવાય છે.  ઉલ્લેખનીય છે કે રાક્ષસ હિરણ્યકશ્યપ ઈચ્છતો હતો કે લોકો તેને ભગવાનની જેમ પૂજે. પણ પુત્રને ભગવાન વિષ્ણુની ભક્તિ પસંદ હતી. તેથી ક્રોધિત થઈને હિરણ્યકશ્યપે હોલિકાના ખોળામાં બેસાડીને તેને સળગાવવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોલિકાને ન બળવાનુ વરદાન પ્રાપ્ત હતુ. 
 
હોલિકા પ્રગટાવવાની તિથિ (Holika Dahan Muhurat)
 
હોલી દહન - રવિવાર 28 માર્ચ ના રોજ ઉજવાશે 
હોળીનુ શુભ મુહૂર્ત - 18:37થી 20:56 સુધી 
 
કુલ સમય - 2 કલાક અને 20 મિનિટ 
 
હોળી 202 1 તિથિ અને શુભ મુહુર્ત 
 
પૂર્ણિમા તારીખ શરૂ - માર્ચ 28,2021 ના રોજ 03:27 વાગે 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - માર્ચ 29, 2021 ના રોજ 00:17 વાગે 
 
 
હોળી પૂજા સંપૂર્ણ વિધિ 
 
આ વર્ષે હોળી (20 માર્ચ ) હોળીનો પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે. 
 
ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી. 
 
હોળી પૂજા વિધિ 
 
પૂજાનો સામાન - ગોળ,કાચુ સૂતર, ચોખા, ફૂલ, આખી હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટો વગેરે
 
આ વર્ષે હોળી (28 માર્ચ ) હોળીનો પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે. 
 
ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી. 
 
હોળીકા દહન પહેલાં હોળીની પૂજા કરો. હોળીકા દહનના મુહુર્તમાં ફૂલ, ગુલાબ અને ગોળથી હોળીકાની પૂજા કરો. છાણાની ચાર માળામાંથી એક માળા પિતૃઓના નામે, બીજી હનુમાનજીના નામે, ત્રીજી શીતળા માતાના નામે અને ચોથી પરિવારના નામે લાવો.  કાચા સૂતરના દોરાને હોળીકાની ચારેતરફ લપેટતા પરિક્રમા કરો. સાથે જ શુદ્ધ જળ, અક્ષત, ફૂલ, આખી હળદર, મગ, ગુલાલ, નારિયેળ સાથે નવા ધાનને એક એક કરી હોળીકા આગળ અર્પણ કરો.
 
જો ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો ધ્યાન રાખો કે પૂજા સમયે પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હોય અને હોલીકા દહનના સમયે હોળીની 3થી 7 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે.
 
હોલીકા દહન બાદ થોડી રાખ ઘરે જરૂર લાવો. જ્યારે પણ કોઇ શુભ કામ માટે ઘરની બહાર જાઓ ત્યારે આ ભસ્મનુ તિલક કરીને જાઓ. તમારા કોઇ કામમાં અડચણ નહી આવે. સાથે જ તેનાથી તમને ધનલાભ પણ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં આ મસાલા ખૂબ જ લાભકારી, આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં ચોંટેલા જીદ્દી કણ થી જશે ફ્લશ આઉટ

દાળ-ભાતના ભજીયા

ઈડીયન બિબિમ્બાપ

જો ઠંડીમાં તમારો ચહેરો કાળો દેખાય છે તો કરો આ ઉપાયો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

વધુ જુઓ..

નવીનતમ

Rath Saptami 2025: મંગળવારે કરવામાં આવશે રથ સપ્તમીનું વ્રત, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, મળશે સારું સ્વાસ્થ્ય

ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવો, ભાગ્ય બદલાશે

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

આગળનો લેખ
Show comments