Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે ઘરમાં આટલી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે ત્યા લક્ષ્મી નિરંતર વરસતી રહે છે

Webdunia
શુક્રવાર, 20 મે 2016 (12:41 IST)
પુરાણો મુજબ જ્યા સ્વચ્છતા અને સુવ્યવસ્થાના આચરણને અપનાવવામાં આવે તેને શ્રી કહેવામાં આવે છે. જેને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત  થઈ જાય તેને દરિદ્રતા, દુર્બળતા, અસંતુષ્ટિ કે ગરીબીનો સામનો કરવો પડતો નથી.  દૈનિક જીવનમાં જે ઘરમાં કેટલીક વાતોનુ ધ્યાન રાખવામા આવે ત્યા ક્યારેય દરિદ્રતા આવતી નથી. 
 
- તિજોરીમાં શંખ મુકવાથી ધનની પ્રાપ્તિ થાય છે. 
 
- ગંદા સ્થાન પરથી માતા લક્ષ્મી રિસાઈને જતી રહે છે. તેથી કપડા અને ઘરનો સામાન જો વિખરાયેલો હોય તો તેને વ્યવસ્થિત રૂપે  મુકો. ઘરને ચોખ્ખુ રાખવાથી માતા લક્ષ્મીનો વાસ સ્થિર રહે છે. 
 
- ઘરમાં ઝાડૂ એવા સ્થાન પર મુકો જ્યા કોઈનુ ધ્યાન ન પડે. તેના પર પગ લાગવો અશુભ માનવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
 
- ઘરના મંદિરમાં હળદરની ગાંઠ અને કમળકાકડીની માળા મુકવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- પીપળના ઝાડમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમાસના દિવસે પીપળ પર જળ ચઢાવવુ અને દીવો પ્રગટાવવાથી ઘરમાં ધનની કમી નથી આવતી. 
 
- જમવાનુ જમતી વખતે આમ તેમ ફેલાવશો નહી અને રાત્રે રસોડામાં એંઠા વાસણો સાફ કરીને જ સૂવો. આવુ ન કરવાથી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
- ઘરનું બાથરૂમ અને ઘરનું આંગણ સાફ હોવુ જોઈએ. આને સ્વચ્છ રાખવાથી એક તો બીમારીઓ નથી લાગતી અને બીજુ નકારાત્મક ઉર્જા પણ નથી આવતી અને ઘરમાં બરકત આવે છે. 
 
- ઘરમાં રદ્દી અને તૂટેલા વાસણ મુકવા અશુભ માનવામાં આવે છે. 
 
- ગાય પવિત્ર અને પૂજનીય છે. ગાયની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ઘરમાં બનેલી પ્રથમ રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરાને ખવડાવવાથી ધન સમૃદ્ધિ આવે છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments