Festival Posters

બે સપ્તાહ સુધીના બાળકોને બેબી યોગા કરાવતી મહિલા (જુઓ વીડિયો)

Webdunia
P.R
બે સપ્તાહ સુધીની ઉંમર ધરાવતા બાળકોને વિચિત્ર પ્રકારે હાથ પગ પકડીને આમથી તેમ હવામાં ફંગોળતી મહિલાની તસવીરોએ જ્યાં સમસ્ત દુનિયાને ચોંકાવી દીધી હતી ત્યારે હવે રશિયને બાળકોને ઘૂંટણ કે કોણીએથી પકડીને તેમને હવામાં ફેરવતી મહિલાનો વીડિયો તૈયાર કર્યો છે અને આ મહિલા પોતાની આ વિદ્યાને યુકેમાં પણ લાવવા પ્રયાસ કરી રહી છે.

લીના ફોકિના નામની આ મહિલા પોતાની આ વિચિત્ર વિદ્યાને બેબી યોગા તરીકે ઓળખાવે છે. તે બાળકોને હવામાં આમથી તેમ ફંગોળતી હોય તેવી ઢગલાબંધ તસવીરો અનેક વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવી હતી કારણકે આ તસવીરો બાળકો પ્રત્યે હિંસાને પ્રેરતી હોવાનું માનવામાં આવતું હતું.

લીનાના વીડિયોમાં તેમજ તસવીરોમાં બતાવાયેલું બાળક કોઈ ઢીંગલી છે તેવું પણ કેટલાક લોકોનું માનવું છે પરંતુ 51 વર્ષની લીના દાવા સાથે કહે છે કે તેની તસવીરોમાં બતાવાયેલા બાળકો અસલી છે અને તે છેલ્લા 30 વર્ષથી બેબી યોગાની પ્રેક્ટિસ કરી રહી છે.

લીના હાલમાં ઈજિપ્તના દહાબ શહેરમાં પેરેન્ટિંગ ધ ડેલિબરેટ વે નામનો સેમિનાર ચલાવી રહી છે જેમાં યુરોપભરમાંથી મા-બાપો ભાગ લઈ રહ્યા છે અને પોતાના બાળકને લીનાના હાથમાં સોંપીને તેના પર બેબી યોગા કરાવવા નાણાં ચુકવી રહ્યા છે. આ બાળકોમાંના કેટલાક તો થોડાક જ મહિનાની ઉંમર ધરાવતા હોય છે.

લીનાના હાથમાં બેબી યોગા કરી રહેલા કેટલાક બાળકો તે દરમિયાન જ અથવા તો તેના પછી રડે છે જ્યારે કેટલાક ઉલ્ટી કરી જાય છે પરંતુ લીના પોતાના બેબી યોગાનો બચાવ કરતાં કહે છે કે તેનાથી બાળકોને પડતી તકલીફ પણ તેમના જ લાભમાં છે.

શારીરિક શિક્ષણની માન્યતા પ્રાપ્ત શિક્ષિકા લીના કહે છે કે બેબી યોગા બાળકો માટે જરાય હાનિકારક નથી અને શરૂઆતમાં બાળકો રડે છે પરંતુ પાછળથી તેઓ પણ તેને માણતા થઈ જાય છે.

લીના કહે છે કે હું યુરોપના અનેક પરિવારો સાથે આ અંગે કામ કરી ચુકી છું અને હવે બ્રિટનમાં પણ કામ શરૂ કરવા હું આશાવાદી છું. મને લાગે છે કે બ્રિટનમાં પણ ખુલ્લા વિચારો ધરાવતા અનેક મા-બાપ છે જેઓ પોતાના બાળકોના ભલા માટે તેમને મારી પાસે લઈને આવશે
વધુ જુઓ..

જરૂર વાંચો

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના: ટ્રેનના અડફેટે આવતા ગાય કચડાઈ, પેટમાં જીવતો વાછરડું...

બીટેક પાસ પુત્રએ પોતાના માતા-પિતાની સિલબટ્ટાથી કરી હત્યા, પછી કોથળામાં ભરીને નદીમાં ફેંક્યા

Bangladesh Violence Live: હિંસક ભીડે સીનિયર પત્રકારને માર માર્યો, અવામી લીગની ઓફિસ પર ચાલ્યુ બુલડોઝર

'ભારતમાં મુસ્લિમ મહિલાઓ ખતરામાં છે...', સીએમ નીતિશે બળજબરીથી હિજાબ ઉતારવાના વિવાદમાં પાકિસ્તાન ઘૂસી ગયું

સ્પાઇસજેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ રદ; મુસાફરોએ હંગામો કર્યો; તેમની ચિંતાઓ વિશે જાણો

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Show comments