Biodata Maker

કૂતરાએ ચેહરો બગાડ્યો, જળો(Leeach)એ ચહેરો સુધાર્યો

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2011 (13:12 IST)
W.D
ચિકિત્સા ક્ષેત્રમાં રોજ અવનવી તકનીકોને ભેગી કરીને એવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, જેમા અશક્ય પણ હવે શક્ય થઈ ગયુ છે. સ્વીડનની એક મહિલાના ચેહરા પર તેના જ પાલતૂં કૂતરાએ એ રીતે કરડી લીધુ કે તેના નાકથી લઈને હોઠ સુધીનો ચેહરો ગંભીર રીતે ઘવાયો. આ રીતે લચકી પડેલા ચેહરાને ફેશિયલ રી કંસ્ટ્રક્શન માટે જરૂરી હતુ કે મહિલાના ઘાયલ અંગોમાં લોહીનો પ્રવાહ કાયમ રહે, પરંતુ જખમ એટલો ગંભીર હતો કે સાધારણ સર્જરીથી આ અશક્ય હતુ.

એક સ્વીડન ડોક્ટર એ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અનોખો પણ અજમાવેલ એક રીત અપનાવી મહિલાના ઘાઁ પર લોહીનો પ્રવાહ શરૂ કરવા માટે ડોક્ટર એ આ મહિલાનાના જખમ પર 358 જળો(લોહી ચુસનાર અળસિયા) નાખી દીધી. તમે જાણતા હશો કે જળો શરીરમાંથી લોહી ચુસતી વખતે એક એવુ રસાયણ છોડે છે જેનાથી લોહી પાતળુ થઈને ઘણા કલાકો સુધી સ્ત્રાવ થતુ રહે છે. સાથે જ જળો શરીરનું ગંદુ લોહી પણ ચુસી જાય છે. જેનથી તાજા લોહીનો પ્રવાહ કાયમ રહે છે.

સતત 15 કલાક સુધી ચાલેલ આ ઓપરેશનમાં જળો પણ ઓછી પડી ગઈ હતી પણ જેમ તેમ કરીને ડોક્ટરોએ કુશળતાથી આ અનામ મહિલાની સર્જરી કરી તેનો ચેહરો ફરીથી જોડવામાં સફળતા પ્રાપ્ત કરી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જળોના આ ગુણને કારણે તેમને ઘણા દેશોમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીચ મતલબ જળોથી કરવામાં આવેલ સારવારને હિરુડોથેરેપી ( Hirudotherapy) પણ કહેવામાં આવે છે. બાયોથેરેપી (પ્રાણીઓ દ્વારા સારવાર)ના સમર્થકોનું માનવુ છે કે જળોમાં ઘણા બધા મેડિસિનલ ગુણ હોય છે.

જળોની મદદથી થયેલ સફળ સર્જરીને કારણે મહિલાનો ચેહરો ઠીક થઈ જશે પણ ડોક્ટરનું કહેવુ છે કે આ ચેહરો એકદમ સાજો કરવા માટે આ મહિલાએ હજુ બીજા ઓપરેશન પણ કરાવવા પડશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

પત્નીને બુરખો ન પહેરવા બદલ ગોળી મારી દીધી, અને જ્યારે તેની પુત્રીઓએ અવાજ સાંભળ્યો, ત્યારે તેણે તેમને પણ મારી નાખ્યા; પછી

મોરબીથી દ્વારકા જઈ રહેલા 5 રાહદારીઓને ટ્રકે કચડી નાખ્યા, 4 ના મોત

Viral News Salim Durrani's wife - સલીમ દુર્રાનીની પત્ની રેખા શ્રીવાસ્તવ, જે એક એરલાઇનના માલિક હતા, હવે મુંબઈમાં ભીખ માંગે છે - વાયરલ દાવા પાછળનું સત્ય શું છે?

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments