ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણી શક્યા તેથી ઘરેણા વેચી શાળાને મદદ કરી
તેમના ગામમાં જ્યારે સ્કૂલ બની તો લક્ષ્મીબેને ઘરેણાં વેચીને શાળામાં દાન આપ્યુ. તે પોતે ચોથા ધોરણ સુધી ભણી શકી હતી, તેથી તે ઈચ્છતી હતી કે છોકરીઓને ભણવાની તક મળે. અજે આ શાળામાં 2200 બાળકો ભણે છે. આ દંપતીએ સરિતા સાગર સંકુલ(સ્પોર્ટ્સ કોમ્પલેક્સ), સ્વામીનારાયણ મંદિર, દાલિયા હાઈસ્કૂલ, જહાંગીરપરા સ્મશાન ભૂમિ અને ગાયપગલા મંદિર માટે સેંકડો વીઘા જમીન દાન કરી છે.