Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરાએ ચેહરો બગાડ્યો, જળો(Leeach)એ ચહેરો સુધાર્યો

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2011 (13:12 IST)
W.D
ચિકિત્સા ક્ષેત્રમાં રોજ અવનવી તકનીકોને ભેગી કરીને એવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, જેમા અશક્ય પણ હવે શક્ય થઈ ગયુ છે. સ્વીડનની એક મહિલાના ચેહરા પર તેના જ પાલતૂં કૂતરાએ એ રીતે કરડી લીધુ કે તેના નાકથી લઈને હોઠ સુધીનો ચેહરો ગંભીર રીતે ઘવાયો. આ રીતે લચકી પડેલા ચેહરાને ફેશિયલ રી કંસ્ટ્રક્શન માટે જરૂરી હતુ કે મહિલાના ઘાયલ અંગોમાં લોહીનો પ્રવાહ કાયમ રહે, પરંતુ જખમ એટલો ગંભીર હતો કે સાધારણ સર્જરીથી આ અશક્ય હતુ.

એક સ્વીડન ડોક્ટર એ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અનોખો પણ અજમાવેલ એક રીત અપનાવી મહિલાના ઘાઁ પર લોહીનો પ્રવાહ શરૂ કરવા માટે ડોક્ટર એ આ મહિલાનાના જખમ પર 358 જળો(લોહી ચુસનાર અળસિયા) નાખી દીધી. તમે જાણતા હશો કે જળો શરીરમાંથી લોહી ચુસતી વખતે એક એવુ રસાયણ છોડે છે જેનાથી લોહી પાતળુ થઈને ઘણા કલાકો સુધી સ્ત્રાવ થતુ રહે છે. સાથે જ જળો શરીરનું ગંદુ લોહી પણ ચુસી જાય છે. જેનથી તાજા લોહીનો પ્રવાહ કાયમ રહે છે.

સતત 15 કલાક સુધી ચાલેલ આ ઓપરેશનમાં જળો પણ ઓછી પડી ગઈ હતી પણ જેમ તેમ કરીને ડોક્ટરોએ કુશળતાથી આ અનામ મહિલાની સર્જરી કરી તેનો ચેહરો ફરીથી જોડવામાં સફળતા પ્રાપ્ત કરી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જળોના આ ગુણને કારણે તેમને ઘણા દેશોમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીચ મતલબ જળોથી કરવામાં આવેલ સારવારને હિરુડોથેરેપી ( Hirudotherapy) પણ કહેવામાં આવે છે. બાયોથેરેપી (પ્રાણીઓ દ્વારા સારવાર)ના સમર્થકોનું માનવુ છે કે જળોમાં ઘણા બધા મેડિસિનલ ગુણ હોય છે.

જળોની મદદથી થયેલ સફળ સર્જરીને કારણે મહિલાનો ચેહરો ઠીક થઈ જશે પણ ડોક્ટરનું કહેવુ છે કે આ ચેહરો એકદમ સાજો કરવા માટે આ મહિલાએ હજુ બીજા ઓપરેશન પણ કરાવવા પડશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

Show comments