rashifal-2026

એક મકાનને રોડથી 500 ફુટ દુર ખસેડવાની કવાયત, દેશમાં પ્રથમ બનાવ

Webdunia
P.R
રાજસ્થાનનાં માઉન્ટ આબુના શિવગંજમાં એક મકાનને 500 ફુટ દુર ખસેડવાની કવાયત ચાલી રહી છે. સાંભળીને તમને નવાઇ લાગશે,પરંતુ આ સત્ય હકિકત છે. શિવગંજનાં કર્ણસિંહ રાવને આ મકાન વારસામાં મળ્યું છે. અને કર્ણશસહ પોતાના પિતાની યાદોને તાજી રાખવા આ મકાનને તોડાવી પાડવા તૈયાર નથી. એટલે જ તેમના મકાનને મુળ જગ્યાથી 500 દુર ખસેડવામાં આવશે. આ મકાનની મૂળકીમત 80 લાખ રૂપિયા છે. અને આ મકાનને સિફ્ટીંગ ટેકનીકની મદદથી 500 ફુટ દુર ખસેડવા આશરે 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

સરકાર દ્વારા નેશનલ હાઇવે બનાવવા આ મકાન આડરૂપ બનતું હોવાથી તેને તોડી પાડવાની મંજુરી આપી હતી. પરંતુ કર્ણશસહે પોતાના પિતાના વારસામાં મળેલ આ મકાનને તોડવા તૈયાર નથી. કારણ કે તેઓ પોતાના પિતાની ઘણી યાદોને તાજી રાખવા આ મકાનને જૈસે થે સ્થિતિમાં રાખવા ઇચ્છે છે. તેથી તેમને નાછુટકે મકાનને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાનો નિર્ણય કર્યો છે. સિફટીંગ ટેકનીકની મદદથી મકાનને એક જગ્યાથી 500 ફુટ દુર લઇ જવાશે અને તેમાં મકાનની સ્થિતિ જેમની તેમ જ રહેશે. મકાનને તેના પાયા સમેત ઉપાડી 10 ક્રેનોની મદદથી ખસેડવામાં આવી રહ્યું છે. હાલ આ મકાન સિફ્ટીંગનું કામ હરિયાણાની MCMD એન્જીનીયરીંગ કંપની દ્વારા ઉપાડવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે મકાન ખસેડવાનો આ પ્રકારનો દેશમાં પ્રથમ બનાવ છે.

મકાન ખસેડવાની આ કામગીરીમાં થનાર ખર્ચ અને જમીન સંપાદન મામલે કર્ણશસહે સરકારને વળતર આપવા અનેક રજુઆતો કરી હતી. પરંતુ સરકાર દ્વારા કર્ણશસહને માત્ર 9 હજાર જેટલું જ વળતર આપવામાં આવ્યું છે. હાલ આ મકાનને ખસેડવાની કામગીરીમાં એક મહિનાનો સમય વિતી ગયો છે અને હજુ આ કામગીરી એક મહિનો ચાલે તેવી શ~ યતા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Show comments