Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akha Teej 2022 : જાણો ક્યારે છે અખાત્રીજ ? અખાત્રીજે આ રીતે કરશો પૂજા તો જરૂર થશે ધનલાભ

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (14:08 IST)
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે માંગલિક અને શુભ કાર્ય કરવામાં આવે છે. અક્ષત તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. હિન્દુ પંચાગ મુજબ અખાત્રીજ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે 2022ના રોજ ઉજવાશે.  
 
જાણો અક્ષય તૃતીયાનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ 
 
એવુ કહેવાય અખાત્રીજના દિવસે અબૂજ મુહૂર્ત હોય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહુર્ત જોયા વગર તમે કરી શકો છો. જેવા કે લગ્ન, વસ્ત્ર, ઘરેણા ખરીદવા, મકાન અને વાહન વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે  અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે. 
 
અખાત્રીજ પર આ રીતે કરો લક્ષ્મી પૂજા અને મંત્ર જાપ, અવશ્ય થશે ધનલાભ -
 
અખાત્રીજના દિવસે લક્ષ્મી પૂજાનુ પણ વિશેષ મહત્વ છે. આ દિવસે લક્ષ્મીની આરાધના કરવાથી તેનુ અચૂક ફળ મળે છે.  જે લોકો અખાત્રીજના દિવસે લક્ષ્મીની પૂજા કરે છે તેમના ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી. તેથી જ અખાત્રીજને સર્વસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે.  આ દિવસે લક્ષ્મીજીની પૂજા સાંજના સમયે કરવી જોઈએ. 
 
-પૂજા કરતી વખતે ઉત્તર દિશા તરફ મોઢુ રાખીને પૂજા કરવી અને પૂજા કરવા બેસવા માટે ફક્ત લાલ આસનનો જ ઉપયોગ કરવો 
- પૂજા માટે સૌ પ્રથમ એક બાજટ લો તેના પર લાલ વસ્ત્ર પાથરો અને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાનુ સ્થાપન કરવુ. તેમની સમક્ષ 10 કોડી મુકો 
- શુદ્ધ ઘી નો દીવો કરવો. 
- હવે લક્ષ્મીજીની વિધિ-વિધાનથી પૂજા કરવી. કોડી પર પણ સિંદૂર લગાવો. 
- પૂજા કર્યા પછી ચંદનની માળાથી અહી જણાવેલા મંત્રોમાંથી કોઈ એક મંત્રની 5 માળા કરવી. 
મંત્ર છે. - ૐ આધ્ય લક્ષ્મ્યૈ નમ: 
-ૐ અમૃત લક્ષ્મ્યૈ નમ: 
- ૐ પહિની પક્ષનેત્રી પક્ષમતા લક્ષ્મી દાહિની વાચ્છા ભૂત-પ્રેત સર્વશત્રુ હારિણી દર્જન મોહિની રિદ્ધિ સિદ્ધિ કુરુ-કુરુ સ્વાહા 
-ૐ વિદ્યા લક્ષ્મ્યૈ નમ: 
- ૐ સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમ: 
- મંત્ર જાપ કર્યા પછી દેવીજીની આરતી કરવી 
- આ રીતે જે માતા લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાંથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments