Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે છે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, જાણો કેવી રીતે સ્થપાયું હતું આ શહેર

આજે છે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ  જાણો કેવી રીતે સ્થપાયું હતું આ શહેર
Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 (07:39 IST)
અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોકિયું કરીએ.

26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 614 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે, કદાચ એ વ્યક્તિએ પોતાનું બલીદાન આપ્યું ન હોત, તો આજે અમદાવાદ જે ઉંચાઇ પર પહોંચ્યું છે, તે ઉંચાઇ પર પહોંચ્યું ન હોત અને કંગાળ હાલતમાં જીવતું હોત, તેવું અમદાવાદના નગર દેવી વિશેની એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે.
 
અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, શહેરના મધ્ય ભાગમાંથી સાબરમતી નદી વહેતી હોવાથીએ અમદાવાદ બે ભાગ વહેંચાયેલું છે. અમદાવાદ પૂર્વ અને પશ્નિમ અમદાવાદ. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ઘણો વધ્યો છે.
 
અમદાવાદમાં 500 પોળો આવેલી છે તો 500 મસ્જિદો પણ છે. ઐતિહાસિક ધરોહરમાં માણેક બુરજ છે તે ભદ્ર કાળીનું મંદિર છે. સરખેજનો રોજો પણ આવેલો છે.
 
અમદાવાદ વિશે પ્રસિદ્ધ લોકવાયકા પ્રમાણે 1411માં 26 ફેબ્રુઆરીએ અહમદ શાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે ગુજરાતનું નવું પાટનગર વસાવવા માટે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો. મુગલ સુલતાને જે અહમદાબાદ વસાવ્યું એ હકીકતમાં આશાવલના નામે જાણીતું હતું. અહીં આશા ભીલનું શાસન હતું. સુલતાન અહમદ શાહને સાંભળવા મળ્યું હતું કે આશા ભીલની દીકરી તેજા ખૂબ સુંદર છે. એ દીકરીને પામવા માટે અહમદ શાહ પાટણથી આશાવલ આવ્યો અને નજરાણામાં આશા ભીલ પાસે બહુ મોટી રકમ માગી. આશા ભીલે એટલી રકમ ચૂકવવામાં અસમર્થતા જાહેર કરતાં તેણે શરત મૂકી કે કાં તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે કાં તારી દીકરી મને પરણાવવી પડશે. શરૂઆતમાં તો આશા ભીલે આ શરતનો વિરોધ કર્યો, પણ પછી તેની પત્નીએ સુલતાન સાથે દુશ્મની વહોરી લેવાને બદલે દીકરી આપીને સંબંધ જોડી લેવાની સલાહ આપી. બસ, એ પછીથી તેણે આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું. 
 
એક દિવસ અહમદ શાહ તેના કાફલા અને શિકારી કૂતરાની સાથે સાબરમતી નદી પાસેનાં ગાઢ જંગલોમાં શિકાર માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીમાંથી એક સસલું કૂદી નીકળ્યું અને સુલતાનના શિકારી કૂતરા સામું થઈ ગયું. એક સસલાની આ હિંમત જોઈને અહમદ શાહ ચકિત થઈ ગયા અને તેને લાગ્યું કે આ જગ્યામાં જ કંઈક રહસ્ય છે અને તેણે સાબરમતી નદીની નજીકમાં જ પોતાનો મહેલ બનાવીને એની આસપાસ શહેર વસાવ્યું છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments