Webdunia - Bharat's app for daily news and videos

Install App

AMCનું સ્વીપર મશીન કાબુ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું, રોટલા બનાવતી મહિલાનું મોત

AMCનું સ્વીપર મશીન કાબુ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું  રોટલા બનાવતી મહિલાનું મોત
Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2023 (11:38 IST)
અમદાવાદમાં આજે વહેલી સવારે અકસ્માતની કરુણ ઘટના બની છે. શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. સ્વીપર મશીનના તોતિંગ વ્હીલે ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું.

જેમાં મહિલાનું મોત થયું હતું. જ્યારે મહિલાના પતિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્વીપર મશીન હેઠળ કચડાયેલા દંપતીની ચીસોથી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મહિલા ફૂટપાથ પર રોટલા બનાવતી હતી અને અચાનક સ્વીપર મશીન તેના માથે ચડી ગયું હતું. પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં આખરે સ્વીપર મશીનના ચાલકની અટકાયત કરવામાં આવી છે અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ તેના ઈજાગ્રસ્ત પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્ર પાસે મળતી માહિતી પ્રમાણે આ મહિલા જ્યારે ફૂટપાથ પર રોટલા બનાવતી હતી ત્યારે અચાનક AMCનું સ્વીપર મશીન તેમના પર ચડી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે તેના પતિને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા પણ AMC સ્વીપર મશીનના કારણે માસુમ વ્યક્તિના મોત નીપજ્યા હતા.ઘટના બાદ સ્વીપર મશીનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેનો પીછો કર્યો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતના કારણે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ગયા હતા. ફરી એક વખત નિર્દોષનો જીવ ગયો હોવાનો અફસોસ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા પણ આ બનાવમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments