9.50- ગજરાજની સવારી પહોંચી પાંચકૂવા 09:45 AM: ભગવાન જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજાથી બહાર નીકળ્યો 9:27 AM: જમાલપુર પગથિયાં પાસે તાજિયા કમિટીએ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું કર્યું સ્વાગત 9:19 AM: મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શંકર ચૌધરી રથયાત્રાના સ્વાગત માટે કોર્પોરેશન પહોંચ્યા 9:15 AM: રથયાત્રા પહોંચવા આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે 9:00 AM: રાયપુર પહોંચ્યા ગજરાજ 8:32 AM અમદાવાદી અખાડિયન્સ પોતાના કરતબોથી લોકોને રથયાત્રામાં કરી રહ્યાં છે મંત્રમુગ્ધ 8:24 AM ગજરાજોનું ઢાળની પોળ તરફ પ્રયાણ 8:20 AM રથયાત્રામાં જોડાયેલા ટ્રકો એએમસી પહોંચ્યા 8:00 AM: ગજરાજ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા
9.20- અખાડા ખમાસા પહોચ્યા
9.17- જમાલપૂર ગેટથી રથ નીકળ્યા
9:00- રાયપુર પહોંચ્યા ગજરાજ
8.16- ગજરાજ ઢાળની પોળ પહોંચ્યા
8.08- ટેબ્લો એએમસી ઓફિસ ખાતે પહોંચ્યા
8.46- ગજરાજ રાયપૂર ચકલા પહોચ્યા
8.27- ટેબલો એએમસી પહોચી રથયાત્રા
8.01- રથયાત્રા પહોંચી ખમાસા
7.54- ગજરાજ પહોંચ્યા ખમાસા
7.32- ટેબ્લો પહોંચ્યા જમાલપર ચકલા
7:05: આનંદીબહેને 139મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, ભગવાન નીકળ્યા નગરચર્યાએ
7:00: આનંદીબેને સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરી પૂર્ણ કરી પહિંદ વિધિ. ઉપરણાનો પ્રસાદ વહેંચાયો,
6:59: આનંદીબેને કર્યા જગન્નાથના દર્શન
6:40: મુખ્યમંત્રી આનંદીબહેન પહિંદ વિધિ કરવા માટે મંદિરે પહોંચ્યા
6:00: રાજ્ય સરકારના મંત્રી રમણલાલવોરા મંદિરે પહોંચ્યા
5:28: નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન
5:24: તલધ્વજ રથમાં ભાઈ બાલભદ્રજી બિરાજમાન
5:10: કલ્પધ્વજ રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન
4:00: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળા આરતીમાં આપી હાજરી
આજે ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં ભક્તોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં સ્થિત જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે ભાજપા અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તોનું અભિવાદન કર્યું હતું. મંગળા આરતીમાં ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ગૌતમ શાહ પણ હાજર રહ્યાં હતા. રથયાત્રા અને સવારની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મંદિરમાં ગોઠવાયો છે.