Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ: સરસપુર અને જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (11:41 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વ 4 જુલાઇનાં ગુરૂવારે છે. જે માટે આજે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. સરસપુરનું મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેચાઈ. SRP,CAPFની 27 ટુકડી તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત મુવીગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે

.રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષાની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. મુવીગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાનાં બંદોબસ્ત રેન્જોમાં વહેંચાયો છે. જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે.રથયાત્રાના રૂટને 94 CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. 15 QRT ટીમ પણ તહેનાત રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં મિનિ કંટ્રોલરૂમ બનાવાયા છે.

17 જનસહાયતા કેન્દ્રની સાથે રૂટ પર સીસીટીવી વાન પણ રહેશે.જગન્નાથજી મંદિરની પૌરાણિક-પારંપરિક દિવ્ય 142મી રથયાત્રા અષાઢી બીજ-ચોથી જુલાઇના નીકળશે. રથયાત્રાના દિવસે સવારે 4 વાગે થનારી મંગળા આરતીમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. અષાઢી બીજના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments