Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર જશે, 15 દિવસ સુધી દર્શન નહીં થઈ શકે.

Webdunia
શુક્રવાર, 9 જૂન 2017 (12:51 IST)
જગન્નાથ મંદિરની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. આ માટેની જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે. હવે 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાણ કરશે. જગન્નાથજીની પૌરાણિક 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા.25-6-2017નાં રોજ નિકળશે.  600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજીની  પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરાશે, ત્યારબાદ જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન થશે.

જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં નીકળી હતી. આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂધરના ઘાટે નદીમાંથી જળ ભરવા અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ પૂજા બાદ કળશમાં જે જળ લાવવામાં આવશે તેનાથી ભગવાન જગન્નાથજીનો મહા જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

આગળનો લેખ
Show comments