Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંપને દૂધ પીવડાવવાનુ આ રહસ્ય જાણીને તમે ચોંકી જશો

Webdunia
શનિવાર, 2 ઑગસ્ટ 2014 (17:19 IST)
શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળ્યો છે કે સાંપોને દૂધ પીવડાવવાથી સર્પ દેવતા પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં અન્ન ધન અને લક્ષ્મીનો ભંડાર કાયમ રહે છે. તેથી આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે કે નાગપંચમીના દિવસે નાગોને દૂધ લાવા અર્પિત કરવામાં આવે. 
 
આ પરંપરાનો લાભ ઉઠાવવા માટ નાગપંચમીના પ્રસંગ પર મદારીઓની ટોળીઓ લોકોના દરવાજે પર જઈને નાગ દર્શન કરાવે છે. દર્શન પછી નાગ દેવતાના માટે દૂધ લાવાનુ દાન માંગવામાં આવે છે. 
 
આવુ જ દ્રશ્ય આ વર્ષ પણ દેશના અનેક ભાગોમાં જોવામાં આવ્યુ છે. પણ નાગોને દૂધ પીવડાવવા સાથે જોડાયેલ એક રહસ્ય એવુ છે જે તમને ચોંકાવી દેશે. 
 
દૂધ પીધા પછી સાંપને શુ થઈ જાય છે ? 
 
શાસ્ત્રોમાં સાપને દૂધ પીવડાવવાના મતને વિજ્ઞાન સ્વીકારતુ નથી. જંતુઓનો સ્વભાવ અને તેમના ગુણો પર કામ કરનરા વિશેષજ્ઞ ડોક્ટર્સ અને મદારીઓ પોતે પણ સ્વીકારે છે કે સાંપનુ શરીર આ પ્રકારનુ નથી હોતુ કે તે દૂધ પી શકે. જો સાંપે દૂધ પી લીધુ તો તેના આંતરડામાં ઈંફેક્શન થઈ જાય છે અને તે જલ્દી મરી જાય છે. 
 
એક વિશેષજ્ઞ મુજબ સાંપ સંપૂર્ણ રીતે માંસાહારી પ્રાણી હોય છે અને ઉંદર-કીડા-મકોડા માછળીઓ વગેરે ખાય છે. દૂધ તેમને માટે ઝેર સમાન છે. સાંપની સાંભળવાની ક્ષમતા હોતી નથી. તેઓ ફક્ત બીન માંથી નીકળેલ તરંગોને મહેસૂસ કરીને બીન સાથે ડોલે છે.  
 
આયુર્વેદાચાર્ય ડો. એસકે રાયે જણાવ્યુ કે સાંપ એવી વસ્તુઓ ગ્રહણ કરે ચ હે જે ન અમ્લીય હોય છે ન તો ક્ષારીય હોય છે. દૂધની પ્રકૃતિ વચ્ચેની છે. આવામાં જો તેમને દૂધ પણ પી લીધુ તો તેમના આંતરડામાં ઈંફેશન થશે. દૂધની માત્રા થોડી પણ વધી તો સાંપનુ મોત થશે. રાષ્ટ્રીય સ્તર પર સાંપોનો શો કરનારા ભવર બાવરાએ પણ આ પરંપરાને સંપૂર્ણ રીતે ગેરસમજ બતાવી.  
 
તેથી શરૂ થઈ સાંપને દૂધ પીવડાવવાની પરંપરા 
 
પર્યાવરણ વિશેષજ્ઞ આ પરંપરાને પારિસ્થિતિક સંતુલન સાથે જોડીને જુએ છે. તેમનુ કહેવુ છે કે સાંપ એવો પ્રાણી છે જેને પાણીની અંદર શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે. વરસાદમાં જેવુ સાંપના બખોલમાં પાણી ધુસે કે તે બહાર નીકળી આવે છે. 
 
મોટી સંખ્યામાં સાંપ નીકળતા લોકો તેને મારી નાખશે. તેથી ઋષિયોએ તેમને દૂધ લાવા ચઢાવવાની પરંપરા શરૂ કરી જેથી સાંપોનુ જીવન અને પારિસ્થિતિક સંતુલન કાયમ રહે.  
 
સાંપના કેચુલનો આ ફાયદો જાણીને ચોકી જશો 
 
સાંપોના જાદુગર કહેવાતા ચૌફટકા નિવાસી લલ્લુ મદારીની વાત માનીએ તો ઈલાહાબાદ કોબરા, કરઈત, અજગર, ઘોડા પછાડ ઘામિન, ગેહંઅન, બેમોઢાના, મગરગો શિવનાથર સહિત સાંપોની 116 જાતિયો મળે છે. પણ તેમાથી ફક્ત પાંચ ટકા જ ઝેરીલા હોય છે. 
 
કોબરા અને કરઈતની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. લલ્લુએ જણાવ્યુ કે કેંચુલથી નાસુરના ઈલાજની દવા બને છે જેની માંગ વધુ છે.  

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments