Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગજ બગડી ગયું હોય તો તે સત્સંગથી જ સુધરેઃ આનંદસ્વરૃપ સ્વામી

Webdunia
સોમવાર, 22 ડિસેમ્બર 2014 (11:43 IST)
અક્ષરવાડીના જાગૃતિ પર્વના સાતમાં દિવસે નિત્ય જાગૃતિનું સાધન એટલે નિત્ય સત્સંગ પર વિસ્તૃત અને ઉદાહરણો આપી ગાંધીનગર અક્ષરધામના મહંત આનંદસ્વરૃપ સ્વામીએ જણાવ્યુ કે સીંગાપોરમાં શહેરને સ્વચ્છ રાખવા માટે અતિ કડક કાયદા છે જો તમે ચોકલેટ રેપર રોડ પર ફેકો તો તેમને ૩૦૦ ડોલર એટલે કે ૧પ૦૦૦ રૃપીયાનો દંડ થાય તો શહેરને શુધ્ધ રાખવા માટે આટલા કડકર કાયદા છે. આપણું શરીર શુધ્ધ રાખવા દાંત ચોખ્ખા રાખવા નિત્ય બ્રશ, નિત્ય સ્નાન, તથા નિત્ય કપડા ધોવા પડે છે તેમાં કોઈ કડકર કાયદા નથી શરીરનો કોઈપણ એક અંગ અટકે એટલે આખા શરીરમાં સુંખ આવતું નથી. કોઈને મગજ બગડી ગયું હોય તો પોતાનું જીવન તો બગડે જ છે પરંતુ બીજાને પણ હેરાનગતી થાય છે. પરંતુ મનને શુધ્ધ રાખવા માટે ન તો કોઈ સાબુનો ઉપયોગ કોઈ એસીડનો ઉપયોગ કામ નથી આવતો તેના માટે તો નિત્ય સત્સંગ કરવો પડે છે. બીન સત્સંગી એવા મુંબઈના નરેન્દ્રભાઈ મોદી (વડાપ્રધાન નહિ)એ ચારધામ યાત્રા ૩૧ વખત કરી તેમાં શાંતી ન થઈ પરંતુ પ્રમુખસ્વામી મહારાજના એકવાર દર્શનથી શાંતી થઈ. પરંતુ આ શાંતિ કાયમી અટકાવી હોય તો જેનામાં ભગવાન અખંડ રહ્યા છે એવા સાચા સંતના સત્સંગથી જ આ થઈ શકે. અડસઠ તીરથ સંતના ચરણે તેવું તો નરસિંહ મહેતાએ ગાયું છે. આપણા શરીરમાં સત્સંગ અને કુસુંગ બન્નેના યોગ પડયા છે. બહારથી જેના યોગ થાય તેનો ઉદય થાય છે. કુસુંગનો યોગથી આસુરી વૃતિ થાય છે ને સત્સંગના યોગથી ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની સિધ્ધી પ્રાપ્ત થાય છે. અને રૃડા ગુણ આવે છે.

કુવા પાસે બેઠેલ અંધ ભીખારીને કોઈએ દયા ખાઈ હીરા જડીત વીટીં આપી તો કોઈ કુસંગીએ ડરાવી તે વીટી કુવામાં ફેંકાવી તો કુસંગના યોગે જીવન જીવતા જે કંઈ થોડું ઘણું મળયુ હતું ત પણ ગયુ. આમ નિત્ય સત્સંગથી મગજ ચોખ્ખુ રહે છે અને ઘરમાં શાંતિ રહે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments