Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્રી નવરાત્રિમાં કરો રાશિ પ્રમાણે માતાની આરાધના

Webdunia
P.R

ચૈત્રી નવરાત્રિની શરૂઆત 11 એપ્રિલ ગુરૂવારથી થઈ રહી છે. નવરાત્રિમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને ક્ષમતા મુજબ મતાની આરાધના કરે છે. પણ ઉદ્દેશ્ય ફક્ત એક હોય છે માતાના આશીર્વાદ મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ નવ દિવસ સુધી ચંપલ નથી પહેરતા, આ બધા માતાની ભક્તિના જ વિવિધ રૂપ છે.

જો આ નવરાત્રિમાં તમે માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ મુજબ માં દુર્ગાને આરાધના કરો. જેના દ્વારા તમને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારી મુશ્કેલીઓ પણ સરળ થઈ જશે.

મે ષ - આ રાશિના લોકોએ સ્કંદમાતાને વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સ્કંદમાતા કરુણામયી છે, જે વાત્સલ્યતાનો ભાવ રાખે છે જાપ મંત્ર - ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા રોજ કરો. દુર્ગા ચાલીસાનો પાઠ કરો

વૃષ ભ - વૃષભ રાશિના લોકોએ મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરશે તો વિશેષ ફળ પ્રાપ્તિ થશે. લલિતા સહસ્ત્ર નામનો પાઠ કરો. જન કલ્યાણકારી છે. અવિવાહિત યુવતીઓ દ્વારા આરાધના કરવાથી ઉત્તમ વર મળે છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं, 21 માળા રોજ. શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.

મિથુન - આ રાશિના લોકોએ દેવીનું યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચરિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારા કવચનુ રોજ પઠન કરો. મા બ્રહ્મચરિણી જ્ઞાન આપનારી છે વિદ્યાનો અવરોધ દૂર કરે છે. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, 21 માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.

P.R

કર્ક - કર્ક રાશિના લોકોએ શૈલપુત્રીની પૂજા ઉપાસના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્રનામનુ પાઠ કરો. ભગવતીની વરદાન આપતી મુદ્રા અભય દાન આપે છે. જાપ મંત્ર- नम: कमल वासिन्यै स्वाहा, 11 માળા રોજ જાપ કરવો. શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહ - સિંહ રાશિવાળા માટે માં કૃષ્ણમાંડાની સાધના વિશેષ ફળ આપનારી છે. દુર્ગા મંત્રોનો જાપ કરો. એવુ માનવામાં આવે છે કે દેવી મા નાં હાસ્ય માત્રથી બ્રહ્માંડને ઉત્પત્તિ થઈ. દેવી બલિ પ્રિયા છે. તેથી સાધક નવરાત્રિની ચતુર્થીના રોજ આસુરી પ્રવૃત્તિઓ મતલબ ખરાબ આદતોનુ બલિદાન દેવીના ચરણોમાં અર્પિત કરે છે. મંત્ર જાપ- ऐं क्लीं सौ: सौ: क्लीं, 21 માળા રોજ કરો. ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.

કન્યા - આ રાશિના લોકોએ મા બ્રહ્મચારિણીનું પૂજન કરવુ જોઈએ. લક્ષ્મી મંત્રોનો વિધિપૂર્વક જપ કરો. જ્ઞાન પ્રદાન કરતી દેવી વિદ્યા માર્ગના અવરોધોને દૂર કરે છે. વિદ્યાર્થીઓ માટે દેવીની સાધના ફળદાયક છે. ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा, 11 માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.

P.R


તુલા - તુલા રાશિના લોકોએ મહાગૌરીની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. કાલી ચાલીસા અથવા સપ્તશાંતિના પ્રથમ ચરિત્રનુ પાઠ કરો. જન કલ્યાણકારી છે. અવિવાહિત કન્યાઓ દ્વારા મા દેવીની આરાધના કરવાથી યોગ્ય વર મળે છે. જાપ મંત્ર- त्रीं त्रीं त्रीं, 51 માળા નિત્ય જાપ કરજો. કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો દ્વારા સ્કંદમાતાની ઉપાસના કરવાથી યોગ્ય ફળ મળે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. જાપ મંત્ર- ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.

ધન - આ રાશિવાળાઓએ મા ચંદ્રઘટાની ઉપાસના કરવી જોઈ. સંબંધિત મંત્રોનુ યથાવિધિ અનુષ્ઠાન કરો. ઘંટા પ્રતિક છે એ બ્રહ્મનાદનુ, જે સાધકના ભય અને વિધ્નોને પોતાની ધ્વનિથી મૂળ સહિત નષ્ટ કરી દે છે. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.

P.R

મકર : મકર રાશિના જાતકો માટે કાલરાત્રિન્હી પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્વાણ મંત્રનો જાપ કરો. અંધકારમાં ભક્તોનુ માર્ગદર્શન અને પ્રાકૃતિક પ્રકોપ, અગ્નિકાંડ વગેરેનું શમન કરે છે. શત્રુ સંહારક છે. જાપ મંત્ર- श्रीं, 1-08 માળા 10 દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.

કુંભ - કુંભ રાશિવાળા વ્યક્તિઓ માટે કાલરાત્રિની ઉપાસના લાભદાયક છે. દેવી કવચનુ પાઠ કરો. અંધકારમાં ભક્તોનુ માર્ગદર્શન અને પ્રાકૃત્તિક પ્રકોપોને શાંત કરે છે. જાપ મંત્ર- ऐं ह्रीं श्रीं, 51 માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

મી ન - મીન રાશિના લોકોએ મા ચંદ્રઘટાની ઉપાસના કરવી જોઈએ. હળદરની માળાથી યથાયોગ્ય બગલામુખી માતાનો મંત્ર જાપ કરો. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે. જે ભક્તોના ભય અને વિધ્નોને પોતાના ધ્વનિ દ્વારા મૂળથી નષ્ટ કરે છે. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો

ચૈત્રી નવરાત્રિમાં માતાની આરાધનાનુ વિશેષ મહત્વ છે. આ દિવસોમાં દેવી માતાની ભક્તિ કરનારા ભક્તની બધી મનોકાના પૂરી થાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments