Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરમાનો વર કેસરીયો ને નદીએ ન્હાવા જાય રે ગોરમાં..

Webdunia
બુધવાર, 9 જુલાઈ 2014 (16:41 IST)
ગોરમાંનો વર કેસરીયો નદીએ ન્હાવા જાય રે.... ગોરમાં... મનગમતો અને ગોરમાંના કેસરીયા જેવો વર પ્રાપ્ત કરવા માટે કુંવારિકાઓ આગામી ગુરૃવારથી ગોરમાંની આરાધના કરી ઉપવાસ સાથે વ્રત કરશે. આ માટે સાતમથી છાબડીમાં જવારાઓની વાવણી કરવામાં આવી છે અને આગામી ગુરૃવારથી ભક્તિભાવપૂર્વક પૂજા કરી ગૌરીવ્રતનો પ્રારંભ કરવામાં આવશે. આ ગુરૃવારથી શરૃ થનાર જયાપાર્વતી વ્રત આગામી તા.14મી જુલાઈ, 2014ને સોમવાર સુધી ચાલશે. ગૌરીવ્રતને લઈને કુંવારીકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કુંવારીકાઓએ સાત જાતના ધાન છાબડીમાં વાવી જવારા ઉગાડયા છે અને ગુરૃવારે સવારે મંદિરમાં પૂજા-અચર્ના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કરશે. ગૌરીવ્રત નિમિત્તે જિલ્લાભરમાં વેચાતા સૂકામેવા તેમજ ફ્રુટ જેવી ખાદ્યસામગ્રીના ભાવમાં ૫ થી ૧૦ ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૂકામેવામાં કાજુ અને બદામની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ભાવવધારો થયો હોવાનું જાણવા મળેલ છે. ગૌરીવ્રત દરમ્યાન સતત પાંચ દિવસના ઉપવાસમાં બાળાઓ સૂકોમેવો અને ફ્રુટનો આહાર લેતી હોય છે. 
 
આ આપણા દેશની એ જ વિશેષતા છે કે અહીની સ્ત્રીઓ બાળપણથી જ ત્યાગ અને સમર્પણના પાઠો ભણે છે, તેને માટે વ્રતો કરે છે. ભુખ અને પ્યાસ જે વ્યક્તિનો સ્વભાવ છે તેની સામે સંઘર્ષ કરી સંયમનો ગુણ કેળવે છે..
 
આજનો જમાનો એટલો ખરાબ થઈ ગયો છે જ્યા બાળકીઓથી માંડીને યુવતીઓ કે સ્ત્રીઓ કોઈ સુરક્ષિત નથી. એવુ નથી કે આજના દરેક પુરૂષો ખરાબ છે.. પણ કોઈની પર પણ એકદમ આંખ મુકીને વિશ્વાસ તો કરી શકાતુ જ નથી.. કારણ કે કોણ ખરાબ છે અને કોણ સારુ એ અંગે કોઈના માથે લખેલુ નથી હોતુ.. છતા છોકરીઓ કેટલી આસ્થા અને શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે... કેવી દુનિયા જે પુરૂષે ભારતમાં સ્ત્રીઓનું સૌથી વધુ અપમાન કર્યુ છે તેને માટે જ બાળપણથી છોકરીઓને તેમને માટે ઉપવાસ કરાવવાના સંસ્કાર શીખવાડવામાં આવે છે .. ? એ જ તો વિશેષતા છે આપણા દેશની... સંસ્કાર... 
 
આ સમયે છોકરાઓની એ ફરજ છે કે આપણી બેનનું આ દિવસોમાં ધ્યાન રાખવું....જે છોકરીઓ વ્રત કરે છે ત્યારે કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે તમારે અનુભવ કરવો હોય તો એકાદ દિવસ એક ટાઈમ જમશો નહી  તો તમને ખબર પડી જશે કે સંયમ રાખવો કેટલો દુષ્કર છે....! જયારે કે તેઓ તો પાંચ પાંચ દિવસના મોળા ઉપવાસ કરતી હોય છે. 
 
તો શું આપણી તે ફરજ નથી કે આપણે તેમનુ ધ્યાન રાખીએ.. તેમને પાંચ દિવસ પજવીએ નહી.. ચીડવીએ નહી... તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ.. આટલુ તો તમે કરી શકો ને ??


ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.

આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.

વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.

માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.

હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments