Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ભજન : આનંદ મંગલ કરુ આરતી

Webdunia
P.R

આનંદ મંગલ કરું આરતી

આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚

પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી

રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,

રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી

અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,

જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ કરુ આરતી

સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,

ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ કરુ આરતી

અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,

કહે પ્રીતમ ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…આનંદ મંગલ કરુ આરતી

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments