Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vat savitri puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (11:17 IST)
જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે. શનિ જયંતિ પણ આ દિવસે આવે છે. વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

1. આ પૂજા કરનારી સ્ત્રીઓ સૌ પહેલા પૂજાવાળા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ નવા વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે  
 
2. બધી સ્ત્રીઓ આ દિવસે 3 દિવસ પહેલા જ ઉપવાસ કરે છે પણ અનેક લોકો ફક્ત વટ સાવિત્રીવાલા દિવસે જ ઉપવાસ કરે છે. અને પૂજા પછી ભોજન ગ્રહણ કરે છે  
 
3. આ પૂજા વડ વૃક્ષની નીચે થાય છે તેથી વૃક્ષ નીચે એક સ્થાનને સારી રીતે સાફ કરો ત્યા બધી જરૂરી પૂજન સામગ્રીઓ મુકી દો 
 
4.  ત્યારબાદ સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિયો કાઢીને તેને પણ વડ વૃક્ષની જડમાં સ્થાપિત કરો. આ મૂર્તિઓને લાલ વસ્ત્ર પહેરાવો  
 
5  એક વાંસની ટોકરી લો તેમા સાત પ્રકારના અનાજ મુકો જેને કપડાના 2 ટુકડાથી ઢાંકી દો 
 
6. એક બીજી વાંસની ટોકરીમાં દેવી સાવિત્રીની પ્રતિમા મુકો. સાથે જ ધૂપ દીપ કુમકુમ ચોખા કંકુ વગેરે પૂજાની સામગ્રી મુકો  
 
7. હવે વડ વૃક્ષમાં પાણી ચઢાવીને કુમકુમ ચોખા ચઢાવો સાથે જ દેવી સાવિત્રીની પૂજા પણ કરો 

 
8. ત્યારબાદ વાંસથી બનેલા પંખાથી સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિને હવા કરો. સ્ત્રીઓ વૃક્ષના એક પાનને વાળમાં પણ લગાવે છે. 
 
9.ત્યારબાદ સાચા મનથી પ્રાર્થના કરો અને લાલ દોરો કે સૂતરનો દોરો લઈને વટ વૃક્ષની ચાર બાજુ ફરતા તેને વટ વૃક્ષને બાંધતા 7 ફેરા લો   
 
10 ત્યારબાદ કોઈ પંડિત પાસેથી સત્યવાન અને સાવિત્રીની વ્રતની કથા સાંભળો. કથા સમાપ્ત થયા પછી કથા સંભળાવનાર પંડિતજીને તમારા સામર્થ્ય મુજબ દક્ષિણા આપો  
 
11. ત્યારબાદ બ્રાહ્મણ અને ગરીબને દાન કરો. ચણા ગોળનો પ્રસાદ સૌને વહેંચો 
 
12. ઘરે આવીને બધા વડીલોને પગે પડીને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ મેળવો સાંજે પરિવાર સહિત મિષ્ટાન્ન સહિત ભોજન કરીને તમારુ વ્રત ખોલો.

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments