rashifal-2026

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2025 (17:13 IST)
Varuthini Ekadashi 2025 : વરુથિની એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ ઉજવાય છે માન્યતા છે કે એકાદશીનુ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.  એકાદશીનુ વ્રત કરનારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને તેના અજાણતા કરવામાં આવેલા પાપોનો નાશ થાય છે.  એવુ કહેવાય છે કે વરુથિની એકાદશી સૌભાગ્ય આપનારી અને બધા પાપોનો નાશ કરનારી છે. આ એકાદશી કરનારા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.  આવો જાણીએ કે વરુથિની એકાદશી ક્યારે છે અને તેના પારણનો સમય ક્યારે છે.  
 
વરુથિની એકાદશી વ્રતની સાચી તિથિ કઈ છે?
પંચાંગ મુજબ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 23 એપ્રિલે સાંજે 4.43 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલે બપોરે 2.32 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, વરુથિની એકાદશી 24 એપ્રિલના રોજ માન્ય રહેશે. આ દિવસે વરુથિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
 
વરુથિની એકાદશીનુ પારણ ક્યારે થશે ?
એકાદશી વ્રતમાં પારણ (વ્રત તોડવાનું) નું વિશેષ મહત્વ છે. ભક્તો એકાદશીના દિવસે ઉપવાસ રાખે છે અને દ્વાદશીના દિવસે તેને તોડે છે. આવી સ્થિતિમાં, વરુથિની એકાદશી 25 એપ્રિલે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ, વરુથિની એકાદશીના પારણા માટેનો યોગ્ય સમય સવારે 5.46 થી 8.23 વાગ્યા સુધીનો રહેશે. દ્વાદશી પારણા તિથિ એટલે કે 25 એપ્રિલે સવારે 11.44 કલાકે સમાપ્ત થશે
 
 વરુથિની એકાદશીની પૂજા વિધિ 
- વરુથિની એકાદશીના દિવસે સવારે સ્નાન નિત્યક્ર્મથી પરવાની સ્વચ્છ કપડા પહેરો 
- ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરતા પીળા આસનમાં વિષ્ણુ પ્રતિમાને સ્થાપિત કરો 
-  ગંગાજળથી પ્રતિમાને સ્નાન કરાવો અને સ્વચ્છ વસ્ત્રો પહેરાવો.  
- ત્યારબાદ ચંદન ચોખા પીળા ફુલ વગેરે ચઢાવો. ધૂપ દીપ કરો. વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો. 
 - ત્યારબાદ વરુથિની એકાદશી  વ્રત કથા વાંચો.  
- ભગવાન હરિ વિષ્ણુની આરતી ગાઈને પૂજન દરમિયાન ભૂલોની ક્ષમા માંગો 
-એકાદશી વ્રતના દિવસે યથાસંભવ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments