Biodata Maker

Somvati Amavasya Vrat Katha 2024 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2024 (10:19 IST)
Somvati amavasya 2024 - એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ-પત્નીના સિવાય એક પુત્રી પણ હતી.એ પુત્રી ધીમે-ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે  સ્ત્રીઓના  બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો.  એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી. પણ ગરીબ હોવાના કારણે એનું લગ્ન   થઈ રહ્યું નહોતુ. એક દિવસ બ્રાહ્મણના ઘેર સાધુ મહારાજ આવ્યા. તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી વયના આશીર્વાદ આપતા સાધું એ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી . 
ત્યારે એ દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો, કે કન્યા એવુ શું કરે કે એના હાથમાં લગ્ન યોગ બની જાય.સાધુ થોડી વાર વિચાર કર્યા પછી અંતદ્ર્ષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યુ કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એના દીકરા અને વહુ સાથે રહે છે , જે ખૂબ જ આચાર-વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે.જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાવી દે  ત્યારબાદ એ કન્યાના લગ્ન થાય થશે અને તેનો વૈધ્વ્ય યોગ મટી શકે છે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી-જતી નથી. 
 
આ વાત સાંભળી બ્રાહ્મણએ એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈનેસાફ - સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી. એક દિવસ સોના ધોબણ એની વહુને પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહી પડતી. વહુએ કહ્યું -મને લાગ્યુ કે કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું .  આ વાતથી નવાઈ પામીને બંને સાસુ વહુ  વિચાર્યુ કે કાલે નજર રાખીશુ કે કોણ  છે જે  સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે. 
 
 ધોબણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી જતી રહે  છે. જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એના પગ પર પડી અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે ચૂપચાપ આવીને મારા ઘરની ચાકરી કરો છો ? 
 
ત્યારે કન્યા એ સાધું એ કહેલી બધી વાત કહી. સોના ધોબણ પતિવ્રતા હતી એમાં તેજ હતું. સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા. એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું. 
 
 
સોના ધોબણે જેમજ એના સેંથાનુ  સિંદૂર કન્યાની માંગમાં લાગાવ્યું એનો પતિ મરી ગયો. એ વાતથી એમને ખબર પડી કે એ ઘરેથી પાણી આપ્યા વગર આવી ગઈ હતી. આ વિચારીને  જ રસ્તામાં જ્યાં પીપળનુ ઝાડ  મળશે તો એને ભંવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે. 
 
એ દિવસે સોમવતી અમાવસ્યા હતી. બ્રાહ્મણ ના ઘરે પકવાનની જગ્યા એણે ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી. 108 વાર પીપળના ઝાડની પરિક્રમાની અને એને જળ ગ્રહણ કર્યા આવુ કરતા જ તેનો  પતિ મરણ પથારી પરથી  જીવતો થઈ ગયો. આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાસ  પર પરિક્રમા કરે છે એના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પીપળના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે આથી જે માણસ દરેક અમાસે ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાને દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે, એને અખંડ સૌભાગ્ય મળે છે. 
 
આ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે  ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા આપવામાં આવે છે. એ પછી સોમવતી અમાસને દિવસે તમારી શક્તિ મુજબ ફળ, મિઠાઈ, સુહાગની ,સામગ્રી , વગેરે થી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચઢાવેલ સામાન કોઈ  બ્રાહ્મણ નણંદ કે ભાણેજને આપી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments