Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shanivar Na Upay: શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ વસ્તુઓ, નહી તો અટકી જશે ઘરની પ્રગતિ

saturday not to do
Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (11:29 IST)
Shanivar Na Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈએ દેવતાને સમર્પિત હોય છે અને તે દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવ ન્યાયના દેવતા છે, તેઓ માણસને તેના કર્મોના આધારે ફળ આપે છે. બીજી તરફ જ્યોતિષમાં શનિને ક્રૂર ગ્રહનું નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિએ તેની અશુભ અસરનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શનિવારે એવી કઈ વસ્તુઓ છે જે બિલકુલ ન ખરીદવી જોઈએ.
 
લોખંડની વસ્તુઓ - શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિવારે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે. જો તમે લોખંડનો બનેલો સામાન ખરીદો તો તેને ઘરે ન લાવશો.
 
મીઠું - શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. આવી સ્થિતિમાં જો તમે દેવાથી બચવા માંગતા હોય તો આ દિવસે મીઠું ન ખરીદો.
 
કાળા તલ - શનિવારે પણ કાળા તલ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામમાં અવરોધ આવે છે. આ દિવસે કાળા તલ અને સરસવના તેલથી શનિદેવની પૂજા કરવામાં આવે છે, તેથી શનિવારે કાળા તલ ખરીદવાની મનાઈ છે.
 
કાળા રંગનાં શૂઝ - શનિવારે કાળા શૂઝ ન ખરીદો. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા શૂઝ પહેરનારને તેના કાર્યમાં નિષ્ફળતા આપે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

રાંદલ માતાજી પ્રાગટ્ય

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં દ-ઉલ-ફિતરની સંભવિત તારીખ

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments