Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવ મહિમા : શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

Webdunia
" શનિની સાઢેસાતી" જ્યોતિષીઓએ આટલુ કહ્યુ નહી કે મોટાભાગના લોકો ગભરાય જાય છે. શનિનો મહિમા જ થોડો એવો છે કે તેમનુ માણસની કર્મકુંડળી પર ભારે હોવુ માણસને ડરાવી દે છે. શનિ દેવની આ છબિ દેવતાઓમાં તેમને વિશેષ સ્થાન આપે છે. શાસ્ત્રોમાં શનિને સૂર્યના પુત્ર અને મૃત્યુના દેવતા યમના ભાઈ બતાવવામાં આવ્યા છે. શનિની વિશેષતાઓનો વખાણ કરતા પ્રાચીન ગ્રંથ "શ્રી શનિ મહાત્મય"માં લખવામાં આવ્યુ છે કે શનિ દેવનો રંગ કાળો છે અને તેમનુ રૂપ સુંદર છે. તેમની જતિ તૈલિ છે અને તેઓ કાળ ભૈરવની ઉપાસના કરે છે.

જ્યોતિષમાં શનિને ઠંડો ગ્રહ માનવામાં આવ્યો છે, જે બીમારી, શોક અને આળસનો કારક છે. પણ જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભની તરફ લઈ જનારો અને ધ્યાન અને મોક્ષ આપનારો છે. સાથે જ કેરિયને ઊંચાઈઓ પર લઈ જાય છે. લોકોમાં શનિને લઈને જુદી જુદી માન્યતા છે. ઘણા લોકોનું માનવુ છે એ શનિ દેવનુ કામ ફક્ત મુશ્કેલીઓ આપવી નએ લોકોના કામમાં વિઘ્ન ઉભુ કરવાનુ છે. પણ શાસ્ત્રો મુજબ શનિ દેવ પરિક્ષા લેવામાં એક બાજુ મુશ્કેલીઓ ઉભી કરે છે, તો બીજી બાજુ ખુશ થતા તેઓ સૌથી મોટા હિતેચ્છુ પણ સાબિત થાય છે.

જ્યોતિષમાં સાડાસાતી અને ઢૈયાનુ(અઢી વર્ષનો દોષ) વગેરેના દોષોનુ કારણ શનિને માનવામાં આવે છે. જ્યારે વર્તમાન સમયમાં શનિ કોઈની ચંદ્ર રાશિમાં, તેના એક રાશિ પહેલા કે પછી આવેલ હોય તો તેને સાઢાસાતી કહેવાય છે. કહેવાય છે કે સાઢાસાતી દરમિયાન ભાગ્ય અસ્ત થઈ જાય છે. પણ શનિને સૌથી જલ્દી પ્રસન્ન થનારો ગ્રહ માનવામાં આવે છે. જો શનિની નિયમિત રૂપે આરાધના કરવામાં આવે અને તલ, તેલ કે કાળી વસ્તુઓનું દાન કરવામાં આવે તો શનિ દેવની કૃપા મેળવવામાં વધુ સમય નથી લાગતો.

શાસ્ત્રોના મુજબ હનુમાનજી ભક્તોને શનિના બધા કષ્ટોથી મુક્તિ અપાવે છે. રામાયનના એક આખ્યાન મુજબ હનુમાનજીએ શનિને રાવણની કેદથી છોડાવ્યા હતા અને શનિ દેવે તેમને વચન આપ્યુ હતુ કે જે પણ હનુમાનજીની ઉપાસના કરશે તેમને શનિ દેવ બધી મુશ્કેલીઓથી તેમની રક્ષા કરશે.

ભારતમાં શનિદેવના ઘણા પ્રખ્યાત મંદિર છે. આવા મંદિરોમાંથી એક છે મુંબઈની પાસે દેવનારમાં આવેલ 'શનિ દેવાલયમ'. એવી માન્યતા છે કે જે પણ અહી શનિ દેવને તેલ ચઢાવે છે તેને સાઢા સાતીમાંથી તરત જ છુટકારો મળી જાય છે. શનિ દેવનુ સૌથી જૂનુ મંદ્રિ શનિશીંગણાપુરમાં માનવામાં આવે છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતમાં ખુદ શનિદેવ અહીં આવીને રહેવા લાગ્યા હતા. અહીં જ પણ ભક્ત શ્રદ્ધાથી શનિ દેવની ઉપાસના કરે છે, તેને શનિદેવ મનાવાંછિત ફળ અવશ્ય આપે છે.

ૐ શ્રી શનિદેવાય નમ ;

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

વધુ જુઓ..

નવીનતમ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

આગળનો લેખ
Show comments