Dharma Sangrah

Shani Jayanti 2025: સૌભાગ્યથી સમૃદ્ધિ સુધી બધુ અપાવશે શનિ, બસ આજે શનિ જયંતે પર કરી લો આ 5 કામ

Webdunia
મંગળવાર, 27 મે 2025 (11:54 IST)
Shani Jayanti 2025: શનિ જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. અ અ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાથી જીવનની અનેક પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે જ જે લોકો શનિની સાઢેસાતી, ઢૈય્યાથી પરેશાન છે તેમને પણ આ દિવસે કેટલાક કાર્ય કરીને વિશેસ લાહ પ્રાપ્ત થઈ શકે છે.  આવો આવામાં જાણીએ કે શનિ જયંતિના દિવસે કયા કાર્યોને કરવાથે શનિ કૃપા તમને પ્રાપ્ત થશે. 
 
શનિ જયંતિ પર કરો આ કામ મળશે આશીર્વાદ 
શનિદેવ  એ લોકોથી ખૂબ પ્રસન્ન થાય છે જે વડીલોની સેવા કરે છે. તેથી શનિ જયંતિના દિવસે તમારે તમારા ઘરના મોટા લોકોની સેવા તો કરવી જ જોઈએ સાથે જ કોઈ વૃદ્ધ આશ્રમમાં જઈને પણ તમે કશુ દાન કરી શકો છો. આવુ કરવાથી મોટાઓનો આશીર્વાદ તો તમને મળે જ છે સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે. 
 
આ દિવસે જો તમે કોઈ શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો છો અને ત્યારબાદ ગરીબ લોકોને તમારા સામર્થ્ય મુજબ દન કરોછો તો તમારા જીવનની બધી અડચણો દૂર થઈ શકે છે. આવુ કરવાથી શનિ સાઢેસાતી, ઢૈય્યા અને મહાદશાનુ ખરાબ ફળ પણ ઓછુ થઈ જાય છે. 
 
શનિ જયંતિના દિવસે કાળી ગાયની સેવા કરવી અને તેને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવ છે. આવુ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને શનિના ખરાબ પ્રભાવોથે પણ તમને મુક્તિ મળે છે. જો ગાય ન હોય તો કૂતરાને પણ તમે રોટલી ખવડાવી શકો છો. આ સાથે જ આ દિવસે પક્ષીઓને દાણા પાણી પણ જરૂર નાખવા જોઈએ. 
 
- આ દિવસે તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ સાથે જ હનુમાન ચાલીસાનુ પણ પાઠ કરવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે જો તમે શનિ જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો પણ શનિ તમને શુભ ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવ હનુમાનજીના ભક્તો પર ક્યારેય ખરાબ નજર નથી નાખતા. 
શનિ જયંતિના દિવસે તમારે કોઈપણ સમયે એકલા બેસીને શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિદેવના મંત્રોનો જાપ તમને માનસિક સંતુલન પ્રદાન કરે છે. આ મંત્રોના જાપ કરવાથી તમે જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મેળવી શકો છો. આ સાથે જ મંત્રોના જાપથી ધૈયા અને સાદેસતીની પ્રતિકૂળ અસર પણ ઓછી થાય છે.
 
શનિમંત્ર 
 
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः 
ॐ शं शनिश्चरायै नमः 
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

આગળનો લેખ
Show comments