Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya 2022 : શનિ અમાવસ્યા, શનિની સાઢેસાતીથી પીડિત લોકો જરૂર કરો આ કામ

Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2022 (18:31 IST)
Shani Amavasy હિન્દુ પંચાગના મુજબ,  અમાવસ્યા (Amavasya) 27 ઓગ્સ્ટ 2022ને છે.  સૂર્યગ્રહણનો 
 
આજના દિવસે હળ અને બળદની પૂજા કરવામાં આવે છે. આવતીકાલે શનિશ્ચરી અમાવસ્યા (Shanishchari Amavasya,) ઉજવાશે. શનિવારના દિવસે અમાસ તિથિ હોવાને કારને તેને શનિશ્ચરી અમાસ કહે છે. આ દિવસે દાન અને સ્નાનથી જીવનના બધા પાપ દૂર થાય છે. આ તહેવાર પર પિતૃ પૂજા કરવાથી પરિવારની વય અને સુખ સમૃદ્ધિ પણ વધે છે. 
 
આ દિવસે સ્નાનનુ ખૂબ વધુ મહત્વ છે. પવિત્ર નદીઓ કે તેમનુ જળ ઘરના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવાથી જાણતા અજાણતામાં થયેલા પાપ પણ ખતમ થઈ જાય છે. આ માહિતી આપતા પંડિત કેદાર નાથ મિશ્રાએ જણાવ્યુ આ દિવસે સૂર્યોદયથી પહેલા જ ન્હાવુ જોઈએ. દાન કરવાનો સંકલ્પ લો. ગરીબને તેલ, જૂતા-ચપ્પલ કપડા, લાકડીનો પલંગ, કાળી છત્રી, કાળા કપડા અને અડદની દાળ દાન કરવાથી કુંડળીનો શનિ દોષ સમાપ્ત થઈ જાય છે.  જે લોકો પર શનિની સાઢેસતી ચાલી  રહી છે તેમને સરસવના તેલમાં પોતાનો પડછાયો જોઈને દાન કરવુ જોઈએ. દરવાજા પર કાળ  ઘોડાની નાળ લગાવો અને કૂતરાને રોટલી ખવડાવો અને સાંજે પશ્ચિમની તરફ તેલનો દિવો પ્રગટાવો. 'ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્ર વાંચતા પરિક્રમા કરવાથી લાભ થાય છે. 
 
કુંભ અને મકર રાશિવાળા હોય છે ભાગ્યશાળી, શનિદેવની રહે છે વિશેષ કૃપા 
જ્યોતિષમાં 12 રાશિઓનુ વર્ણન છે. દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે. સ્વામી ગ્રહનો રાશિ પર પૂરો પ્રભાવ રહે છે. કુંભ અને મકર રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવની કૃપાથી આ લોકોને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવને કર્મ ફળ દાતા કહેવાય છે.  શનિ દેવ કર્મના હિસાબથી વ્યક્તિને ફળ આપે છે.  જ્યોતિષમાં શનિને પાપી ગ્રહ કહે છે. શનિના અશુભ પ્રભાવોથી દરેક કોઈ સુરક્ષિત રહેવા માંગે છે. જ્યા શનિના અશુભ પ્રભાવથી વ્યક્તિનુ જીવન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થાય છે તો બીજી બાજુ શનિના શુભ પ્રભાવથી વ્યક્તિનુ જીવન રાજાના સામાન થઈ જાય છે.  શનિદેવની કૃપાથી ગરીબ પણ રાજા બની જાય છે.  કુંભ અને મકર રાશિવાળા ભાગ્યશાળી હોય છે. આવો જાણીએ કુંભ અને મકર રાશિના જાતકો વિશે... 
 
કુંભ રાશિ 
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા છે.
કુંભ રાશિના લોકો ખૂબ જ સરળ સ્વભાવના હોય છે, જેના કારણે શનિદેવ તેમના પર વિશેષ આશીર્વાદ આપે છે.
કુંભ રાશિના લોકો હંમેશાં અન્યની સહાય માટે તૈયાર હોય છે. જે લોકો અન્યની મદદ કરે છે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
 
મકર રાશિ 
મકર રાશિના સ્વામી પણ શનિદેવ છે.
શનિદેવ મકર રાશિના લોકો માટે દયાળુ રહે છે.
શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો દુ: ખથી દૂર રહે છે.
મકર રાશિના લોકો ભાગ્ય પણ સમૃદ્ધ છે.
તેમના સ્વભાવને કારણે શનિદેવ આ રાશિના લોકોથી ખુશ રહે છે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments