Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણી અમાસ - આજે કરી લો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને પરિવાર રહેશે નિરોગી

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (08:46 IST)
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિન અમાસના દિન હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો છે. આજની અમાસ શ્રાવણની અમાસ હોવાને કારણે શુભ હોય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવે છે. આવો જાણીએ શ્રાવણી અમાસના ઉપાય 
 
1. હિન્દુ ધર્મમાં અમાસને પિતરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોને પ્રસન્ન કરવા માટે ગાયના છાણથી બનેલ છાણા પર શુદ્ધ ઘી અને ગોળ મિક્સ કરીને ધૂપ આપવી જોઈએ. જો ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આપી શકો છો. આવુ કરવાથી ઘરમાંથી બીમારી ફેલાવતા કીટાણુઓ દૂર થાય છે અને ઘર શુદ્ધ થાય છે 
 
જો આ પણ શક્ય ન હોય તો ઘરમાં જે પણ તાજુ ભોજન બન્યુ હોય તેનાથી પણ ધૂપ આપવાથી પિત્તર પ્રસન્ન થાય છે. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લો અને અંગૂઠાના માધ્યમથી તેને ઘરતી પર છોડી દો. આવુ કરવાથી પિતરોની તૃપ્તિનો અનુભવ થાય છે તેઓ આશીર્વાદ આપે છે જેનાથી આપણા જીવનની પરેશાનીઓનો અંત આવે છે.
 
2. અમાસ પર કીડીઓને ખાંડ ભેળવેલ લોટ ખવડાવો આવુ કરવાથી તમારા પાપ કર્મોનુ પ્રાયશ્ચિત થશે અને સારા કામનુ ફળ મળશે. તમારી મનોકામના પૂર્ણ થશે.
 
3. અમાસના સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. બત્તીમાં રૂના સ્થાન પર લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો. આ મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય છે.
 
4. અમાસના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શક્ય હોય તો હનુમાનજીને ચમેલીનુ તેલ ચઢાવી શકો છો આ ઉપાય કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે. હનુમાનજી સ્ર્ર્વ કષ્ટ હરનારા છે. કોરોનાકાળમાં જ્યા આજ સુધી કોઈ ઈલાજ નથી તેવા સમયે ઈશ્વર જ મદદ કરી શકે છે 
 
5. અમાસની રાત્રે લગભગ 10 વાગ્યે ન્હાઈને પીળા રંગના કપડા પહેરી લો. તેના ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ઉન કે કુશના આસન પર બેસી જાવ. હવે સામે પાટલા પર એક થાળીમાં કેસરથી સ્વસ્તિક કે ૐ બનાવીને તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. ત્યારબાદ તેની સામે એક દિવ્ય શંખ થાળીમાં સ્થાપિત કરો. 
 
હવે થોડા ચોખાને કેસરમાં રંગીને દિવ્ય શંખમાં નાખો. ઘી નો દીવો પ્રગટાવીને નીચે લખેલ મંત્રનુ કમળકાકડીની માળાથી અગિયાર માળા જાપ કરો.
 
मंत्र- सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनी।
मंत्र पुते सदा देवी महालक्ष्मी नमोस्तुते।।
 
 
મંત્ર જાપ પછી આ બધી પૂજન સામગ્રી કોઈ નદી કે તળાવમાં વિસર્જીત કરી દો. આ પ્રયોગથી ધન લાભની શક્યતા વધી જાય છે.
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments