Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sury Puja - આ રીતે ચઢાવશો સૂર્યને જળ તો થશે ફાયદો, અર્ધ્ય આપતી વખતે ન કરશો આ ભૂલો...

Webdunia
રવિવાર, 23 જાન્યુઆરી 2022 (08:58 IST)
હિન્દુ માન્યતાઓમાં સૂર્યને જળ આપવાની મહિમા બતાવાઈ છે. વૈદિક કાળથી જ તેમની ઉપાસના થતી આવી છે. વિષ્ણુ પુરાણ ભગવત પુરાણ બ્રહ્મા વૈવર્ત પુરાણ વગેરેમાં તેની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. 
 
માન્યતા છે કે તેમની કૃપા દ્રષ્ટિથી રોગ અને શોક નષ્ટ થઈ જાય છે.  જ્યારે શ્રી વિષ્ણુ ધરતી પર શ્રીરામના રૂપમાં અવતરિત થયા તો તેમણે પણ પોતાના દિવસની શરૂઆત સૂર્ય નારાયણની પૂજા ઉપરાંત કરતા હતા. ઉલ્લેખનીય છે કે સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. કારણ કે દરેક કોઈ તેમના સાક્ષાત દર્શન કરી શકે છે. 
 
સૂર્ય કૃપા માટે ચઢાવો જળ - કોઈપણ વ્યક્તિની કુંડળીમાં રહેલ સૂર્ય ગ્રહને પિતા કે જયેષ્ઠનો દરજ્જો આપવામાં આવે છે. જે જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય કે તેમનો તાપ વધુ હોય તો તેને સૂર્યને જળ ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. 
 
પણ  અનેકવાર એવુ થાય છે કે નિયમિત રૂપે જળ ચઢાવ્યા પછી પણ કોઈ અપક્ષિત પરિણામ મળતુ નથી. આવી સ્થિતિમાં આ ઉપાયો પરથી વિશ્વાસ ઉઠવા માંડે છે. જે યોગ્ય નથી.  બની શકે કે તમે કંઈક એવુ કરી રહ્યા હોય જેનાથી આ ઉપાય નિષ્ફળ થઈ રહ્યો હોય કે પછી તમારી સૂર્ય દેવને અર્ધ્ય આપવાની રીતે યોગ્ય ન હોય  
 
સૂર્યને જળ આપવાની વિધિ 
 
- સૂર્યદેવને જળ ચઢાવવાનો સૌથી પહેલો નિયમ એ છે કે તેમના દેખાવવાના મતલબ કે સૂર્યોદય થવાના એક કલાકની અંદર તેમને જળનુ અર્ધ્ય આપવુ જોઈએ. કે પછી આ સમય સવારે 8 વાગ્યા સુધીનો જ છે.  નિયમિત ક્રિયાઓથી મુક્ત થઈને અન એ સ્નાન કર્યા બાદ જ આવુ કરવુ જોઈએ. 
 
- સૂર્યને જળ આપતી વખતે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ જ હોવુ જોઈએ. જો ક્યારેક પૂર્વ દિશા તરફ સૂર્ય ન  દેખાય તો પણ એ જ દિશા તરફ મોઢુ કરીને સૂર્યદેવને જળ અર્પિત કરો. 
 
- સૂર્યને જળ આપતી વખતે તમે તેમા ફુલ અને ચોખા મિક્સ કરી શકો છો. સાથે જ જો તમે સૂર્ય મંત્રનો જાપ પણ કરતા રહેશો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. 
 
- લાલ વસ્ત્ર પહેરીને સૂર્યને જળ આપવુ વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જળ અર્પિત કર્યા પછી ધૂપ અગરબત્તીથી પૂજા પણ કરવી જોઈએ. 
 
- અર્ધ્ય આપતી વખતે હાથ માથાથી ઉપર હોવો જોઈએ. આવુ કરવાથી સૂર્યના સાતેય કિરણો શરીર પર પડે છે. સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી નવગ્રહની પણ કૃપા રહે છે. 
 
- સૂર્યને જળ આપ્યા પછી ત્યા જ ઉભા રહીને ત્રણ પરિક્રમા જરૂર કરો 
 
- મનવાંછિત ફળ મેળવવા માટે રોજ આ મંત્રનુ ઉચ્ચારણ કરો. - ૐ હ્રીં હ્રી સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા.. 
 
તાંબાના પાત્રનો કરો પ્રયોગ 
 
સૂર્યને જળ આપવા માટે કાચ, પ્લાસ્ટિક ચાંદી .. વગેરે કોઈપણ ધાતુના વાસણનો પ્રયોગ ન કરવો જોઈએ. સૂર્યને જળ આપતી વખતે ફક્ત તાંબાના પાત્રનો જ પ્રયોગ યોગ્ય છે. 
 
- સાથે જ સૂર્યને જળ ચઢાવવાથી અન્ય ગ્રહ પણ મજબૂત થાય છે. કેટલાક લોકો સૂર્યને અર્ધ્ય આપતી વખતે જળમાં ગોળ કે ચોખા પણ મિક્સ કરી લે છે.  આ યોગ્ય નથી. તેનાથી પ્રભાવ ઓછો થવા માંડે છે. 
 
હવે જાણો સૂર્યને જળ ચઢાવવાના ફાયદા 
 
- એવુ કહેવાય છે કે જો તમારા પર સૂર્યની કૃપા છે તો જીવન અને કામ કાજમાં આવનારા અવરોધો દૂર થાય છે. સાથે જ ધનની પ્રાપ્તિના યોગ પણ બને છે. 
- ગ્રહ દોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે અને ઘરમાં સુખ શાંતિનુ વાતાવરણ કાયમ રહે છે. 
- તમારા કૌશલમાં નિખાર આવે છે. જેનાથી તમારો વેપાર અને કામકાજ સારો ચાલવા માંડે છે. 
- આ ઉપરાંત સૂર્યને જળ આપવુ આરોગ્યની દ્રષ્ટિથી પણ લાભકારી છે.  સૂર્યને કિરણોમાંથી મળનારી એનર્જીથી શરીરના અંગ સુચારુ રૂપથી કામ કરે છે. સવારે સૂર્ય દર્શનથી વિટામિન ડી ની કમી થતી નથી. આ વિટામિન આપણા શરીરની કાર્યપ્રણાલીને યોગ્ય રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજાના દરબારમાં ન્યાય

ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું સેવન, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાશો?

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

ભાગ્યશાળી લોકો પાસે જ હોય ​​છે આ 4 વસ્તુઓ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો માટલી વિધિ

વધુ જુઓ..

નવીનતમ

મહાશિવરાત્રી પર શિવ પુરાણના અચૂક ઉપાય અજમાવો

Vijaya Ekadashi 2025: આજે વિજયા એકાદશી, જરૂર વાંચો ભગવાન વિષ્ણુની આ કથા

મહાશિવરાત્રી 2025 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2025: મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા અને માન્યતા

આગળનો લેખ
Show comments