rashifal-2026

Masik Durga Ashtami : આજે દુર્ગાષ્ટમી, જાણો મહત્વ અને પૂજા વિધિ

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (08:24 IST)
Masik Durga Ashtami : હિંદુ પંચાગ મુજબ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મા દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે. અષ્ટમી તિથિ પર દુર્ગાની પૂજા કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે દર મહિનાની અષ્ટમી તિથિએ પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની દરેક મુશ્કેલીથી રક્ષણ કરે છે. આવો જાણીએ માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ, તિથિ અને પૂજા વિધિ વિશે. 
 
માસિક દુર્ગા અષ્ટમી તિથિ
 
અષ્ટમી તારીખ શરૂ : 18 જાન્યુઆરી માઘશર મહીના 
 
માસની માસિક દુર્ગા અષ્ટમીનું મહત્વ
 
આમ તો દર  મહિનાની અષ્ટમીનું મહત્વ છે. પરંતુ માઘ માસની દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રીના કારણે માઘ માસની દુર્ગા અષ્ટમીનું મહત્વ વધી જાય  છે. આ દિવસે આધ્યાત્મિક સાધના કરનાર સાધકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા દુર્ગા તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતને પૂર્ણ સમર્પણ સાથે કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે દેવીના અનેક મંત્રોનો જાપ કરવામાં આવે છે અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.
 
માસિક દુર્ગાષ્ટમી પૂજા વિધિ 
 
-  બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, પૂજા સ્થાનની સફાઈ કરો, સ્નાન વગેરે કરો  અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
-  હવે પૂજા રૂમમાં ગંગાજળનો છંટકાવ કરો. એક પાટલા  લાલ રંગનુ કપડુ પાથરીને તેના પર દુર્ગા માની પ્રતિમા સ્થાપિત કરો
-  ત્યારબાદ માતા રાણીને લાલ ચુનરી ચઢાવો અને શ્રૃંગારનો સામાન ચઢાવો અને મા દુર્ગાની સામે ધૂપ દીપ પ્રજવલ્લિત કરો.
- ત્યારબાદ મા દુર્ગાનું કુમકુમ, અક્ષતથી તિલક કરો અને લાલ દોરો, લાલ ફૂલ, લવિંગ, કપૂર વગેરેથી વિધિપૂર્વક પૂજા કરો.
-  તેની ઉપર  સોપારી અને ઈલાયચી મુકીને પાટલા પર મા દુર્ગાની સામે મુકો. 
- ત્યારબાદ તેમને ભોગ સ્વરૂપ મીઠાઈ અર્પણ કરો. 
-  પૂજા દરમિયાન મા દુર્ગાનું સ્મરણ કરતા રહો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
- પૂજા પૂર્ણ થયા પછી મા દુર્ગાની આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા માગો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

આગળનો લેખ
Show comments