Webdunia - Bharat's app for daily news and videos

Install App

સપનાનું ઘર વસાવવા લોકો માટે ખુશીના સમાચાર, 11 થી 13 માર્ચ સુધી અહીં યોજાશે પ્રોપર્ટી શો

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (14:58 IST)
આજથી શરૂ થઇ રહ્યો છે પ્રોપર્ટી શો, એક છત નીચે મળી રહેશે 60થી વધુ ડેવલોપર્સ
 
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના પ્રમુખ તેજસભાઈ સી. જોષીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કર્યોમાં ગુજરાત પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતાં જતાં શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની તકો માટે શહેરોમાં થઈ રહેલ મયગ્રેશનના કારણે વધુ આવાસોની  અવશક્તાઓ ઊભી થઈ રહેલ છે તે જોતાં દરેકને પોતાના બજેટ અને સ્વપ્નઓને અનુરૂપ આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા તા. ૧૧,૧૨ અને 13 માર્ચના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ, એસ. જી. હાઇવે અમદાવાદ ખાતે ભવ્ય 16માં ગાહેડ પ્રોપર્ટી શનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા આયોજિત પ્રોપર્ટી શોમાં ઘર, ઓફીસ અને પ્લોટ ખરીદનાર ઇન્વેસ્ટર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે. સંજોગોવસાત છેલ્લા બે વર્ષ પછી આપણો આ મેગા ઇવેન્ટ યોજાઇ રહેલ હોવાથી આ વર્ષે લોકોમાં વધુ આકર્ષણ રહે તે સ્વાભાવિક છે અને આપણે અપેક્ષક પણ છીએ.
 
સંસ્થા દ્વારા આયોજીત આ 16માં ગાહેડ પ્રોપર્ટી શૉમાં અમદાવાદ શહેરના 60 કરતાં વધુ અગ્રગણ્ય ડેવલોપેર્સ  ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરની પેરીફેરીમાં નવ વિકસિત પ્રોજેકટ તેમજ આકાર પામનાર રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્લોટિંગ અને વીક એન્ડ વિલા વિગેરે આશરે 250થી વધુ પ્રોપર્ટીઝ ડિસ્પ્લે કરવામાં આવનાર છે. પ્રોપર્ટી શૉની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તેમજ ધિરાણ સરળતાથી મળી શકે તે માટે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સને પણ આ પ્રોપર્ટી શૉમાં સાથે રાખવામા આવેલ છે.
 
તા. ૧૩-૩-૨૦૨૨ના રોજ સાંજે ૪-૦૦ કલાકે સંસ્થા દ્વારા અર્બન સમિત આયોજન કરેલ છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે તથા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજ્યકક્ષાના માનનીય શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડિયા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ત્રણ દિવસીય આયોજનમાં સચિવો અને રેરા ચેરમેન, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, મેયર સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક ગણમાન્ય મહાનુભાવો ગાહેડ પ્રોપર્ટી શૉની મુલાકાત લેશે.
 
રિયલ એસ્ટેટ અર્બન સમિત-૨૦૨૨ને અનુલક્ષીને આશરે ૧ લાખ કરોડથી વધુ રકમના પ્રોજેકટ ગુજરાત સરકારના પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવ્યા છે અને તે પૈકી માત્ર અમદાવાદ શહેરમાંથી એ.એસ.સી., ઔડા, ગુડા વિસ્તારના આશરે ૬૦ હજાર કરોડના ૫૦૦ જેટલા પ્રોજેકટસ અને બાકીના રાજ્યના અન્ય શહેરોમાંથી આશરે ૫૦ હજાર કરોડના રેસિડેન્સિયલ, કોમર્શિયલ,મિક્સ યુઝ વિગેરે પ્રકારના રિયલ એસ્ટેટને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.  
 
આ આયોજન થકી અપલોડ થયેલા પ્રોજેક્ટ્સ ઝડપથી અમલમાં આવે તે માટે  સી. જી. ડી. સી. આર., રેવન્યુ તથા એન્વાયરમેન્ટ ક્લીયરન્સની મંજૂરી માટે સરકાર તરફથી ગ્રીન ચેનલ ફાસ્ટ ટ્રેકનો લાભ મળે અને તેનો ડેટા કમિટી માટે ઓનલાઇન ઉપલબ્ધ રહે, દર મહિને રિવ્યુ કરવાની સુવિધા ઉપલબ્ધ થાય, કમિટીમાં સરકારના ઓ. એસ. ડી. અર્બન (સી. એમ. ઓ.), અર્બન સેક્રેટરી, મહેસૂલ સેક્રેટરી, ગુજ રેરા ચેરમેન અને ક્રેડાઈ અમદાવાદ અને ક્રેડાઈ ગુજરાતની ટીમની સંયુક્ત કમિટી જેની દર ૩ મહિને મિટિંગ મળશે અને દર મહિને પ્રોજેકટ મોનેટરિંગ થઈ શકે અને એનાલીસીસ કરી શકાય. પાંચ ઝોનની કમિટીઓની રચના કરવામાં આવે અને આ સમગ્ર પ્રક્રિયામાં ક્રેડાઈ અમદાવાદ- ગાહેડની મુખ્ય ભૂમિકામાં થાય તેવી રજૂઆત માનનીય મુખ્ય મંત્રીને કરવામાં આવશે. આ પ્રક્રિયા અમલમાં આવશે તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં વિકાસને વધુ વેગ મળશે.
 
· આ ઉપરાંત પ્રોપર્ટી શૉના આયોજનની સાથે સાથે તા. ૧૨-૦૩-૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે બ્રોકર મીટનું આયોજન કરેલ છે
 
· તા ૧૩-૦૩-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા રાજ્યકક્ષાના માનનીય શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડિયાની ઉપસ્થિતિમાં ૪-૦૦ કલાકે અર્બન સમિટનું આયોજન કરેલ છે.
 
· તા ૧૨મી માર્ચ-૨૦૨૨ના રોજ ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના સભ્યો માટે આપના ટાઈમ આયોગા ડ્રામાનું આયોજન કરેલ છે.
 
· તા ૧૩મી માર્ચ-૨૦૨૨ના રોજ પાર્ટનર તથા પ્રોપર્ટી શૉના સ્ટ્રોલ ધારકોના સેલ્સ માટે ઉપરોકત ડ્રામાનું આયોજન કરેલ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments