Biodata Maker

Dashama Vrat Katha - દશામાના વ્રતની કથા અને મહાત્મય

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (19:19 IST)
દશામાનુ વ્રત સ્ત્રી પુરૂષો બંને દ્વારા કરી શકાય છે. આ વ્રત કરવાથી ઘરની દશા સુધરે છે.  ભક્તો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. જે સ્ત્રી પુરૂષ દશામાનુ વ્રત કરે છે તેમણે કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. 
 
અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો !તમે કયું વ્રત કરોછો ?એક બહેન બોલી .અમે દશામાનું વ્રત કરીએ છીએ .એવર્તની વિધિ મને ન કહો !ત્યારે બીજી સ્ત્રી બોલી , દસ સુતરના તાંતણા લેવા , તેને દશ ગાંઠો વાળવી અને દોરાને કુંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો .એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું .‘ દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા .
 
ધરે આવયા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે , દશામાનું વ્રત કરૂ ? ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ? ત્યારે રાણીએ કહ્યું કે , નિર્ધનને ધન મળે , પુત્ર પરિવાર વધે , સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે . ત્યારે છાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન , દોલત , રાજપાટ , હાથી ઘોડા , પુત્ર પરિવાર બધુંય છે . મારે ત્યાં કશી જ ખામી નથી . તેથીનારે વ્રત કરવું નથી . આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રીસાઈને ખાધા વગર પોતાના શયન ખંડમાં જઈને સુઈ ગયાં
 
 
આ બાજુ રાજા ઉપર દશામા કોપાયમાન થયાં . રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા , આથી સવારમાં રાજ્યમાં અંધાધુંધી થવા માંડી . તિજોરીમાં એકેય પૈસો ન મળે , કોઠારમાં જોવા ગયાં તો અન્નનો કણ ન મળે આ બધી વાત આખા નગરમાં ક્લાતાં પ્રજાજ્ઞો કહેવા લાગ્યા , હે રાજા ! તમે નગર છોડી ચાલ્યા જાવ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે . તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે . આ સાંભળી રાજા રાણી બંન્ને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા . નગરની બહાર બગીચામાં તેઓ આરામ લૈવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે . તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે . માટે અહીંથી ચાલી નીકળો . રેતામાં બં Ä કુંવરો કહેવા લાગ્યાં . અમને તો ભૂખ લાગી છે . પણ રાડ નેપને સમજાવીને રાખે છે . એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતાં તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘેર જઈને કહે છે જરા બંને બાળકોને ખાવા આપને આ બંને ને ખૂબ જ ભૂખ લાગી છે . ત્યારે તેની બહેનપણી રાણીને કહે કે જા જા હું તો તને ઓળખતી પણા નથી અને મારા ઘેર તું ખાવા આવે છે ? આથી રાણીને ધણું જ દુ : ખ થયું . અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યાં . રસ્તામાં બન્ને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતાં રાણી બંને કુંવરે લઈને પાણી પીવડાવવા જાય છે . ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા . આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણાં બંને બાળકો વાવમાં પડી ગયાં . આથી રાજા કહે છે કે , કલ્પાંત નું કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે . ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યાં . એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે , આ તો મારી બહેનનું ગામ છે . તેને મળ્યા વગર કેમ જવાયા ? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે , તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે . ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ , નહિતર મારા ભાઈ હાથી , ઘોડા , પાલખી સાથે આવે ચોક્સ તેમની દશા ખરાબ હોવી જોઈએ . તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાકળુ માટલીમાં મુકી ભાઈ જ્યાં બેઠા હતાં ત્યાં મોકલ્યું . પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાકળું સાપ બની ગયો . ત્યારે રાજા વિચારે છે કે , મા જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય . ચોક્કસ મારી દશાનું પરિણામ છે . તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યાં . આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબુચ થયા હતાં . રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબુચ ખાવા આપો તો સારૂ ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબુચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબુચને ત્યાંજ પાસે મુકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજનો કુંવર રિસાઈન નાસી ગયો હતો . તેથી તેના સૈનીકો કુંવરને ખોળતાં ખોળતાં ત્યાં આવ્યાં . હવે રાજા – રાણી પોતાની બાજુમાં જે તરબુચ મુકીને સુતા હતા તે તની દશાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનીકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાના રાજ પોતાના કુવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયાં . અને બન્નેને પોતાના પુત્રના  હત્યારા ગણીને જેલમાં પૂરી દીધાં . આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યાં . એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતાં રસણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂક્યા છે માટે રાણીએ દશામાંનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો . રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રધ્ધા પૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી , અને સગવડતા પણ કરાવી ઉરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું . વ્રતના જ ઉજવણા વખતે દશ મુઠ્ઠી ધઉ ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી . પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો , પછી રાજને દશામાં રૂમમાં આવ્યા અને કહ્યું કે , હે રાજ ! જેમને તે જેલમાં પુર્યા છે . તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે . તેને તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે ! જે તું આ વાત સાચી નહિ માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે , એમ કહી માતાજી અંતધ્યાન થઈ ગયાં . રાજાને પછી ‘ j ધ આવી નહિ તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વમની વાત સર્વને કહી સંભળાવી . એટલામાં રાજકુંવર પપ્ત માની કૃપાથી પાછો આવ્યો . રાજ એ ખાત્રી પેલું કુંવરનું માથું જોયું તો તે તરબુચ નીકળ્યું , પોતાનું સ્વપ્ર સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ . રાજ રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં લાવી તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી , આથી રાજ રાણીએ તે રાજુની રજુ માગી રાજાએ હર્ષ સાથે હાથ ધોડા , રથ નોકર ચાક.વગેરે ખડુ રાજ રાણી ત્યાથી રથમાં નીકળ્યા
 
 
પોતાના રાજ્ય માં આવતાં રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે . કે લાવ હવે માટલું કાઢી જોઉં માટલું જોયું તો સરસ સુન ડી અને સોનાનું સાંકળું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યાં , એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતાં ત્યાં આવ્યાં ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરી તેમને ડોશીનું રૂપ લંઈબંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યાં અને બૂમ પાડી કહે , કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યાં છે . તેને લેતા જાવ રાજાએ રથ ઉભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયાં અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસ લગાડી દીધા . આ ડોશી દશામાં પોતે હતાં . રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે . તમે તમારા રાણીને અભિમાનમા છલકાઈ દશામાના વ્રત વિષે ગમે તેમ બોલ્યાં હતાં . તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી . હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહિ . જાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહો . બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યાં . જેને તેમનું અપમાન કર્યું હતું . તે બહાર ઉભી હતી . તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઇ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો . જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો . અત્યારે મિષ્ટાનની જમાડે તો પણ નકામું છે . એમ કહી તેઓ નગરની ફુલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફુલવાડી લીલીછમ બની ગઈ . રાજાના આગમનનાં ખબર પડતાં સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા ! દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું . રૂપાની સાંઢણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂડી રીતે ઉજવણું કર્યું . માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યાં , જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યાં તેવા સર્વને કુળજો . વ્રત કરનાર , વાર્તા લખનાર , વાંચનાર સર્વની દશા સુધારજો , સુખ સંપત્તિ અને સંતતિ આપજો . શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વધુ જુઓ..

નવીનતમ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments