Dharma Sangrah

Closed Eyes During Aarti: શુ આંખો બંધ કરી આરતી કરવી તમારી શ્રદ્ધાને સીમિત કરે છે

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2025 (13:07 IST)
Closed Eyes During Aarti: આરતી હિન્દુ ધર્મની પૂજા વિધિનુ એક અત્યંત ભાવપૂર્ણ અને શક્તિશાળી ચરણ છે. આ સમયે ભક્ત પોતાના આરાઘ્યને દીપ, ધૂપ, કપૂર, પુષ્પ અને ભજનની માઘુર્યુપૂર્ણ લયમાં સમર્પણ ભાવથી પૂજે છે. આરતી દરમિયાન કેટલાક લોકો આંખો બંધ કરીને ભીતરની ભક્તિમાં ડૂબી જાય છે. તો કેટલાક ભક્ત ભગવાનના વિગ્રહને ખુલ્લી આંખોથી નિહારતા રહે છે.  હવે સવાલ એ છે કે શુ આરતી  સમયે આંખો બંધ રાખવી યોગ્ય છે ?
 
શાસ્ત્રોની દ્રષ્ટિથી 
હિન્દુ ધર્મગ્રંથોમાં પ્રતક્ષ કિમ પ્રમાણમનો ઉલ્લેખ આવે છે. જેનો આશય છે કે પ્રત્યક્ષ દર્શન પણ પ્રમાણ છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં બતાવ્યુ છે કે આરતી દરમિયાન ભગવાનના વિગ્રહના દર્શન કરવાથી અનેક ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સમયે વિગ્રહને જોવુ ફક્ત નેત્રોની પ્રક્રિયા નથી પણ આત્મા સાથે જોડાણની ક્ષણ પણ હોય છે. તેથી આંખો બંધ કરવાથી તેના દિવ્ય અનુભૂતિનો લાભ અધૂરો રહી શકે છે. 
 
આધ્યાત્મિક અનુભૂતિ 
કેટલાક ભક્ત આરતીના સમય ભાવવિભોર થઈને આંખો બંધ કરી લે છે. આ તેમના અંતર્યાત્રાની અભિવ્યક્તિ હોય છે. જ્યા તેઓ બહારની છવિને બદલે પોતાના મનના આરાઘ્યને અનુભવ કરવા માંગે છે.  આ એક ઊંચા સ્તરની ભક્તિનો સંકેત હોઈ શકે છે પણ આરતી જેવા દ્રશ્યાત્મક અનુષ્ઠાનમાં દર્શન ત્યાગ કરવા ક્યરેક ક્યારેક  આત્મિક સંપર્કને સિમિત કરી દે છે. 
 
વૈજ્ઞાનિક વિશ્લેષણ
જ્યારે દીવાનો પ્રકાશ અને ઘંટનો અવાજ આપણી ઇન્દ્રિયોને અસર કરે છે, ત્યારે તે મગજમાં સકારાત્મક ન્યુરોલોજીકલ પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા મનને શાંતિ, ઉર્જા અને ધ્યાનની સ્થિતિમાં લાવવાનું કામ કરે છે. જો આપણે આંખો બંધ કરીએ છીએ, તો આપણે આ બધી અસરોનો લાભ લઈ શકતા નથી.
 
આરતી દરમિયાન આંખો ખુલ્લી રાખવી એ ત્રણેય દ્રષ્ટિકોણથી વધુ અસરકારક માનવામાં આવે છે - શાસ્ત્રો, વિજ્ઞાન અને ભક્તિ. તે દ્રષ્ટિ અને શ્રદ્ધાનો સુંદર સમન્વય બનાવે છે. જો કે, જો કોઈ ભક્ત આંતરિક લાગણીમાં આંખો બંધ કરે છે, તો તે પણ ખોટું નથી. પરંતુ સંપૂર્ણ આરતીનો લાભ મેળવવા માટે, ભગવાનને જોતી વખતે પૂજા કરવી એ શ્રેષ્ઠ માર્ગ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments