Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કઈ 2 રાશીઓનો પરસ્પર મેળ થતો નથી, એક વાર ચેક જરૂર કરો

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (09:03 IST)
દરેક માણસ પર  તેમની રાશિનો ઊંડો પ્રભાવ પડે છે અને તેના આધારે દરેક માણસ જુદો-જુદો વ્યવહાર કરે છે. આવી કેટલીક રાશીઓનો  પરસ્પર ખૂબ મેળ હોય છે અને કેટલીક એક બીજાને સહન કરી શકતી નથી. 
 
આગળ વાંચો કઈ રાશિવાળા સાથે તમારી સારી મિત્રતા થઈ શકે છે અને કોની સાથે નહી.. 
મેષ અને વૃશ્ચિક- જે રાશીનું મેષ વાળા સાથે  જરા પણ બનતુ નથી એ છે વૃશ્ચિક રાશિ- આ બન્ને રાશીઓનો સ્વામી મંગળ હોવાથી તકરાર વધારે થાય છે. સાથે રહેવું  દુવિધા ભરેલું રહે છે. બન્ને તેમની ઉર્જા સાહસ તાકતમો ઉપયોગ એક બીજાને નીચા બતાવવામાં કરે છે. બીજી બાજુ  મેષ રાશિવાળાના સૌથી સારા સંબંધ મિથુન, સિંહ, તુલા, ધનુ, મકર, કુંભ, અને વૃષભ સાથે હોય છે. 
 
વૃષભ અને મીન- મીન રાશિવાળાનું  વૃષભ રાશિવાળા સાથે જામતુ નથી.  કારણકે મીનનો  સ્વામી ગ્રહ હોવાથી પરસ્પર મતભેદ રહે છે અને બન્ને એક બીજા સાથે શ્રેષ્ઠ બનવાની કોશિશ કરતા આત્મવિશ્વાસ ખોઈ નાખે છે. વૃષભ રાશિનો સૌથી સારો મેળ કર્ક, કન્યા, વૃશ્ચિક અને મકર સાથે હોય છે. 

 
મિથુન અને વૃશ્ચિક - મિથુન રાશિવાળાનો સૌથી સારો સંબંધ સિંહ રાશિની સાથે હોય છે જ્યારે કે  મેષ, કર્ક, તુલા સાથે  સાધારણ અને લાભકારી રહે છે. તો બીજી બાજુ  વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકરવાળા સાથે તેમનું  ઓછુ  બને છે, પણ અનિષ્ટ નહી થાય. વૃશ્ચિક રાશિવાળા  સાથે મિથુન રાશિનો માનસિક મેળ થતો નથી.  
કર્ક અને કુંભ- કર્ક રાશિવાળાના સંબંધ વૃષભ, કન્યા, કર્ક , સિંહ , વૃશ્ચિક, મકર, મીન વાળાથી સારું હોય 
છે. સૌથી વધારે આ વૃષભ રાશિવાળા પર વિશ્વાસ કરે છે. અને સુખમય જીવન વ્યતીત કરે છે. પણ તુલા, ધનુ, 
કુંભ, મિથુન રાશિવાળા સાથે તેમના સંબંધ તૂટી જાય છે. ખાસ કરીએ કુંભ રાશિવાળાની સાથે આ ન્યાય અને સન્માન કરી શકતા નથી.  

સિંહ અને મીન- સિંહ રાશિનો સૌથી સારો મેળ મિથુન રાશિવાળા સાથે રહે છે. કારણકે બુધ રાશિવાળા સમય અનૂકૂળ ખુદને  બદલતા રહે છે. પણ સિંહ, વૃશ્ચિક, મકર અને મીન રાશિવાળા સાથે તેમનુ ક્યારે પણ બનતુ નથી અને જલ્દી સાથ છૂટી જાય છે. 
કન્યા અને મેષ- ધનુ , કુંભ અને મેષ રાશિવાળાની સાથે કન્યા રાશિવાળાની જરાય નહી બનતી. આ કષ્ટમય જીવન પસાર કરે છે અને  હમેશા એક બીજામાં અવગુણ  જુએ છે. કન્યાના મકર રાશિથી મધુર સંબંધ રહે છે અને સિંહ રાશિથી બુધ આદિવ્ય યોગ બને છે અને શુ હ પરિણામ મળે છે. 

 
તુલા અને મકર - તુલાનો સંબંધ ધનુ, કુંભ, મેષ, મિથુન, કર્ક સાથે સારો રહે છે. તેમનુંં  દાંપત્ય જીવન મેષ રાશિવાળા સાથે અતિ ઉત્તમ રહે છે. પણ તેમને નિંદા કરવી અને સાંભળવી પસંદ હોતી નથી.  આથી તેમનો સંબંધ વૃષભ કન્યા, મકર, મીન રાશિવાળા સાથે  નહી બને. તુલા રાશિવાળા સંબંધને સરળતાથી તોડતા નથી. 
વૃશ્ચિક અને કુંભ - વૃશ્ચિક રાશિવાળાના સંબંધ કર્ક રાશિવાળા સાથે શ્રેષ્ઠ હોય છે. તો ત્યાંજ વૃષભ, સિંહ, કન્યા, ધનુ, મકર સાથે તેમનો સાધારણ સંબંધ હોય છે. પણ મેષ, મિથુન, તુલા અંક  કુંભવાળા સાથે તેમનુ કયારેય બનતુ નથી.  જો સંબંધ હોય તો કલેશની સ્થિતિ બની રહે છે. 
 
ધનુ અને મકર- આ બન્ને જ રાશિ શરૂઆતમાં તો એકબીજાના પ્રત્યે આકર્ષિત રહે છે. એવુ  વિચારીને કે એ તેમના પાર્ટનરમાં તેમના હિસાવે ફેરફાર કરી લેશે. પણ સાચે એવુ નથી.  બન્ને જ એક બીજાને પસંદ કરતા નથી અને છેવટે આ સંબંધ તૂટી જાય છે. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments