Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amalaki Ekadashi 2022: આજે આમલકી રંગભરી અગિયારસ, ભક્તો જરૂર વાંચે આ પાવન કથા, પુરી થશે મનોકામના

Amalaki Ekadashi 2022
Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (11:02 IST)
હિંદુ કેલેન્ડર મુજબ, અમલકી એકાદશી ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર આવે છે. આ એકાદશી તિથિને આમળા અને રંગભરી એકાદશી પણ કહેવાય છે. આ વર્ષે અમલકી એકાદશીનું વ્રત 14મી માર્ચ એટલે કે આજે છે. આ વર્ષે રંગભરી એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ જેવો શુભ યોગ રચાઈ રહ્યો છે.
 
જ્યોતિષ મુજબ એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પણ આ માત્ર અગિયારસ છે. જેનો સંબંધ માતા પાર્વતી અને ભગવાન શંકર સાથે પણ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ રંગભરની કે આમલકી એકાદશી દિવસ ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાથી મનોકામના પુરી થાય છે. ભક્તોના સંકટોથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશાલી આવે છે. 
 
આમલકી એકાદશી 2022 શુભ મુહુર્ત 
 
બ્રહ્મ મુહૂર્ત - 04:56 AM થી 05:44 AM.
અભિજિત મુહૂર્ત - બપોરે 12:07 થી 12:54 સુધી.
વિજય મુહૂર્ત - 02:30 PM થી 03:18 PM.
સંધિકાળ મુહૂર્ત - 06:17 PM થી 06:41 PM.
અમૃત કાલ- બપોરે 03:11 થી સાંજે 04:56 સુધી.
સર્વાર્થ સિદ્ધિ યોગ- 06:32 AM થી 10:08 PM.    
 
આમલકી એકાદશી વ્રત કથા 
 
ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્‍ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્‍યત્‍વએ પણ ‍વશિષ્‍ટજીને આવો જ પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.
 
“આમલકી” (આમળાનું) મહાનવૃક્ષ ઉત્‍પન્‍ન થયુ કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે. આજ સમયે  પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્‍પન્‍ન કર્યા. અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્‍મ આપ્‍યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્‍થાન પર આવ્‍યા કે જયાં આમળાનું વૃક્ષ હતું. રાજન ! આમળાના વૃક્ષને જોઇને દેવતાઓને ઘણીજ નવાઇ લાગી. કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા. દેવતાઓને વિસ્‍મીત થયેલા જોઇને આકાશવાણી થઇ.
 
“મહર્ષિઓ ! આ સર્વશ્રેષ્‍ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્‍ણુને પ્રિય છે. એના સ્‍મરણ માત્રથી ગૌદાનનું પૂણ્ય મળે છે. સ્‍પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્‍ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્‍ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્‍ણું એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વશુ, ફુલોમાં મરુદગણ અને ફળમાં સમસ્‍ત પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્‍ણુભકત પુરુષો માટે એ પરમ પૂજય છે. માટે હંમેશા પ્રસન્‍નતા પૂર્વક આમળાનું સેવન કરવું જોઇએ.
 
ઋષિઓ બોલ્‍યાઃ “આપ કોણ છો? દેવતા છો કે અન્‍ય કોઇ ? અમને સત્‍ય જણાવો.”
 
પુનઃ આકાશવાણી થઇઃ “જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્‍ત ભૂવનના સૃષ્‍ટા છે. જેમને મહાન પુરુષો પણ મુશ્‍કેલીથી જોઇ શકે છે. એજ સનાતન વિષ્‍ણુ હું છું.” શ્રી વિષ્‍ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્‍તુતિ કરવા લાગ્‍યા. આમ કરવાથી શ્રી હરિ સંતુષ્‍ટ થયા અને બોલ્‍યાઃ “મહર્ષિઓ તમને હું અભિ‍ષ્‍ટ વરદાન આપું ?” ઋષિઓ બોલ્‍યાઃ “ભગવાન! જો તમે સંતુષ્‍ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઇ એવું વ્રત બતાવો કે જે સ્‍વર્ગ અને મોક્ષરુપી ફળ પ્રદાન કરનારું હોય!”
 
શ્રીહરિ બોલ્‍યાઃ “મહર્ષિઓ! ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જો પુષ્‍ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે. આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઇને ત્‍યાં રાત્રે જારણ કરવું જોઇએ. આનાથી મનુષ્‍ય બધા પાપોમાંથી મુકત થઇ જાય છ, અને સહસ્‍ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્‍ત કરે છે.”
 
ભગવાન વિષ્‍ણુએ કહ્યું : “વિપ્રગણો! આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્‍પ કરવો કેઃ “હે પુંડરીકાક્ષ! હું એકાદશીને નિરાહાર રહીને બેજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો.”આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મુનષ્‍યો સાથે વાર્તાલાપ ન કરવો. પોતાના મનને વશમાં રાખીને સ્‍નાન કરવું. સ્‍નાન કરતા પહેલાં શરીર પર માટી લગાવવી.”
 
ત્‍યાર બાદ ભકિત યુકત ચિત્તથી જાગરણ કરવું. નૃત્‍ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્‍યાન અને વિષ્‍ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્‍યાર બાદ શ્રી વિષ્‍ણુનું નામ લને આમળાના વૃક્ષની એકસો આઠઅથવા અઠાવીશ વખત પરિક્રમાં કરવી. પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્‍યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું. પરશુરામનો કળશ, વસ્‍ત્ર, પગરખા વગેરે બધી વસ્‍તુઓનું દાન કરી દેવું. ત્‍યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્‍‍વયં પણ ભોજન કરવું. બધાજ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રપ્‍ત થાય છે, એ બધું જ ઉપરની ઉપરોકત વિધિના પાલનથી સુલભ થાય છે. શ્રીકૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠિર ! આ દુર્લભ વ્રત મુનષ્‍યને બધા પાપોથી મુકત કરનારું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments