Festival Posters

26/11 ના કેટલાક વણઉકેલ્યાં પ્રશ્નો

Webdunia
મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે
W.D
W.D
જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે.


આ પ્રકારના પ્રશ્નો એનએસજીના રિટાયર ચીફ જેકે દત્તે શંકાના આધારે ઉઠાવ્યાં છે. તેમણે પોતાની આશંકાને મજબૂત દાવા તરીકે રજૂ કરવા માટે તાજ હોટલમાં એનએસજીના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના એમપી-5 હથિયાર તરફ ઈશારો કર્યો છે જે આતંકીઓના હાથ લાગી ગયાં હતાં. બીજો જે મહત્વપૂર્ણ પ્રશ્ન છે તે એ છે કે, આતંકવાદીઓને લોકલ સપોર્ટ હતો કે નહી, ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાની ગતિવિધિઓની તપાસ થવાથી પ્રશ્નને બળ મળે છે. ચાર્જશીટમાં લોકલ સપોર્ટના રૂપમાં ફહીમ અંસારી અને સબાઉદ્દીનનું નામ છે જેના પર આતંકીઓને મુંબઈમાં રેકી કરવા, નકશો પૂરો પાડવાનો આરોપ છે.

ભૂતપૂર્વ મુંબઈ પોલીસ અધિકારી હસન ગફૂરે કહ્યું હતું કે, સોળ ભારતીય છે, જેઓએ આતંકવાદીઓને મદદ કરી, પરંતુ ગર્ફૂર આ વિવાદાસ્પદ મામલામાં બાદમાં ફરી ગયાં. હવે એક અંગ્રેજી વર્તમાનપત્રએ તેમનો ઈન્ટરવ્યું છાપ્યો છે જેમાં તેમણે મુંબઈ પોલીસના ચાર મોટા ઓફિસરો વિષે કહ્યું છે કે, તે આતંકીઓ સાથે મુકાબલો કરવા ઈચ્છતાં ન હતાં.

હુમલાના કારણે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂકેલા નરીમન હાઉસની મિસ્ટ્રી પણ સામે આવી નથી. હજુ પણ એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યું છે કે, અહીં પહેલેથી જ કથિત આતંકવાદીઓ રોકાયાં હતાં. આ ઉપરાંત અનિતા ઉદ્યા નામની જે મહિલાએ આ વાત કહી હતી કે, તેણે છ આતંકીઓને બુધવારે પાર્ક પર બોટમાંથી ઉતરતા જોયા હતાં એ મહિલાને ન તો સાક્ષી બનાવામાં આવી અને ન તો તેને ગુનેગારોની ઓળખ કરવા માટે સામે લાવવામાં આવી. જે કુબેર બોટ મારફત આતંકીઓ મુંબઈમાં ઘુસ્યા હતાં તેના પર સવાર ચાર લોકોના મૃતદેહોનો પણ હજુ સુધી કોઈ અત્તોપતો નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments